Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

બોટાદમાં યુવતિનું અપહરણ કરી ક્રૂરતા આચરાઇઃ વાળને જડમૂળથી ઉખાડી કાઢી અંગૂઠો અને કાન કાપી નખાયાઃ અગાઉ આ યુવતિના એટીએમ કાર્ડથી રૂપિયા ૧ લાખ પણ ઉપાડી લેવાયા હતાં

બોટાદઃ બોટાદમાં ભારે ચકચાર મચાવતી એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવતિને વાળ જડમૂળમાંથી ઉખેડી નાખીને અંગુઠો અને કાન પણ કાપી નાખતા આ યુવતિને સારવાર માટે અમદાવાદની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે અજાણ્યા શખ્‍સો સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.

ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી છે તેનો ઉત્તમ નમૂનો આ કેસ છે. ગુજરાતમાં પોલીસનો ખોફ ગુંડા તત્વોને રહ્યો નથી. એક માસૂમ યુવતીને અજાણ્યા શખ્સો દ્વારા ઉઠાવી જઈ ક્રૂરતા આચરાઈ છે. યુવતીના વાળ જડમૂળથી ઉખાડી નાખીને તેનો અંગૂઠો અને કાન કાપી નખાયા છે. બોટાદની યુવતીને વીએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાઈ છે. બોટાદ પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી તો હાથ ધરી છે પણ કૃત્ય સામે ઠેરઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે. યુવતીની હાલત નરાધમોએ બદ્ થી બદ્તર બની ગઇ છે. એક યુવતીનું જીવન નરાધમોએ દુષ્કર બનાવી દીધું છે. ગઢડા બોટાદ હાઇવે પરથી યુવતી પસાર થઈ રહી હતી. આ દરમિયાન અજાણ્યા શક્યોએ આ યુવતીનું અપહરણ કર્યું હતું. બીએડની છાત્રા સાથે થયેલા આ કૃત્યથી ગુજરાત પોલીસે આબરૂની ધૂળધાણી થઈ ગઈ છે.

બોટાદમાં બનેલી આ ઘટનાના ૫ગલે દલિત અગ્રણી અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ૫ણ સાંજે મૂલાકાતે આવી રહ્યા છે. તેમના સમર્થક કાર્યકરો અહી આવી ૫હોંચ્યા છે. યુવતિના ભાઇએ આ મામલે નિવેદન આ૫તા કહ્યુ છે કે, થોડા સમય અગાઉ તેની બહેનને કોઇ શખ્સ ૫રેશાન કરતો હતો ત્યારે ઠ૫કો આપ્યો હતો. દવાખાનામાં યોગ્ય રીતે સારવાર ન થતી હોવાનો આક્ષે૫ પણ તેણે કર્યો છે. આ ઉ૫રાંત પોલીસે ફરિયાદ લેવામાં ૫ણ ગલ્લાતલ્લા કર્યા હતાં. અગાઉ એટીએમ કાર્ડ મારફત મારી બહેનના ખાતામાંથી રૂ.એક લાખની રકમ કાઢી લેવામાં આવી હતી.

(5:56 pm IST)