Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

જેતપુરમાં સ્ટીલ ફર્નીચરની પેઢમાંથી સવા ચાર લાખની વસુલાત : આજે ગોંડલ-મોરબી-ધોરાજીમાં દરોડા

વેટના જોઇન્ટ કમિશ્નર સકસેનાનું ઓપરેશનઃ પ્લાયવુડ-પીવીસી-નટબોલના વેપારીઓ ઝપટે

રાજકોટ, તા. રર : રાજકોટની વેટ ટીમ દ્વારા માર્ચ એન્ડીંગ તથા અન્ય બાબતો સંદર્ભે દરોડાનો દોર ચાલુ જ રાખ્યો છે. આજે પણ જોઇન્ટ કમિશ્નર શ્રી સકસેનાની સૂચના બાદ ટીમો ગોંડલ-મોરબી અને ધોરાજીમાં ત્રાટકી છે.

મોરબીમાં પ્લાયવુડ તો ધોરાજીમાં પીવીસીના વેપારી અને ગોંડલમાં ટ્રાન્સફોર્મ-બોલ્ટના વેપારીને ઝપટે લેવાયા છે.

દરમિયાન જેતપુરમાં મોટી સ્ટીલ ફર્નીચરની પેઢીમાં મોડીરાત સુધી તપાસ ચાલ્યા બાદ સ્ટોક વેરીયન્સ અને અન્યો કારણોસર વેટ તંત્ર દ્વારા આ વેપારી પાસેથી ૪ લાખ ૧૭ હજારથી વધુની વસુલાત કરી લેવાઇ હતી.

(4:48 pm IST)