Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ભુજ બસ સ્ટેશને જસદણના કન્ડકટરના મશીન, રૂપીયાના અને મોબાઇલની ચોરી

 ભુજ તા. રર :.. હાજીપીરના મેળા માટે કચ્છ બહારનાં જિલ્લામાંથી મંગાવાયેલ એસ. ટી. બસો પૈકી જસદણ ડેપોની બસ ભુજ આવી હતી. આ જસદણ ડેપોની બસના કંડકટર રોમીત વિશ્રામ કાતીયાનું ટીકીટ માટેનું ઇટીએમ મશીન, રોકડ રૂ. ૯પ૦૦ અને મોબાઇલ વાળો થેલો ભુજ એસ. ટી. બસ સ્ટેશનમાંથી ચોરાઇ ગયા હતાં. આ અંગે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)