Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

સુરેન્દ્રનગરમાં મહેશ્વરી સમાજ દ્વારા ગણગોર ઉત્સવ

વઢવાણઃ સુરેન્દ્રનગરના મહેશ્વરી સમાજમાં ગણગોર ઉત્સવ ઉજવવાનો અનેરો મહિમા છે. ઉત્સવની શરૂઆત ધૂળેટીના પવિત્ર દિવસથી થાય છે અને ચૈત્ર મહિનાના ત્રીજના દિવસે આ ઉત્સવમાં વરઘોડો કાઢી ઉત્સવની ઉજવણી કરી અને શિવ પાર્વતીના લગ્ન કરાય છે. મહેશ્વરી સમાજના ઘનશ્યામભાઈ કલજીમલ કચોલીયાને ત્યાંથી વરઘોડો લઈ જવાયો હતો અને સુરેન્દ્રનગરના જાણીતા એવા તારાચંદભાઈ ગોવિંદરામ કેલાને ત્યાં વરઘોડો ગયો હતો. રાત્રીના મહેશ્વરી સમાજ દરેક પરિવારજનો ભેગા મળી સિંધી સમાજની વાડીમાં જમણવાર યોજાયો અને શિવ પાર્વતીના આ અવસરે શુભલગ્ન યોજાયા હતા (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(11:40 am IST)