Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

કેશોદ પાલિકાની બજેટ બેઠક બીજી માર્ચે

કેશોદ, તા.૨૨: નગરપાલિકાના પ્રમુખ લાભુબેન પીપલીયા દ્વારા એજન્‍ડા બહાર પાડી દરેક સદસ્‍યોને જાણ કરી આગામી તારીખ બીજી માર્ચે નગરપાલિકા સભાખંડમાં હિસાબી વર્ષ ૨૦૨૩-૨૦૨૪નું બજેટ અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. તારીખ બીજી માર્ચે મળનારી સામાન્‍ય સભામાં કેન્‍દ્ર સરકાર અને રાજ્‍ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ કામો નક્કી કરવા માટે સતા આપવાનું ઠરાવવામાં આવશે. કારોબારી સમિતિ દ્વારા ગત વર્ષે વેરામાં ઘટાડો કરવા દરખાસ્‍ત કરી હતી જે ડબલ એન્‍જીન વાળી સરકારમાં નામંજુર કરવામાં આવી હતી ત્‍યારે આ વર્ષે સમય મર્યાદામાં તળટીઓ દુર કરી દરખાસ્‍ત રજૂ કરી મંજુર કરવામાં આવશે નહીં તો શહેરીજનો પર કમ્‍મરતોડ વેરો ભરવાનો રહેશે. પ્રમુખનાં શાસનકાળ પુર્ણ થવાને પાંચેક મહિનાનો સમય બાકી છે ત્‍યારે આ સામાન્‍ય સભા છેલ્લી બની રહેશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે. ગુજરાત ધારાસભાની ચૂંટણી પુર્ણ થયા બાદ પ્રથમ અને લોકસભાની ચૂંટણી પૂર્વે મળનારી સામાન્‍ય સભામાં શહેરીજનો નાં સુખાકારી માટે નિર્ણયો લેવામાં આવશે કે કેમ એ ચર્ચાનો વિષય બની ગયો છે.

ડેરવાણ ગામે જુગાર રમતા  છ શખ્‍સોને ઝડપી લીધા

તાલુકાના ડેરવાણ ગામે ભીમાભાઈ હાજાભાઈ બાલસરાનાં સાબળી નદી કિનારે આવેલા ખેતરની ઓરડીમાં કુંડાળું કરીને તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં હોય નાસવાનો પ્રયત્‍ન કરતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓરડામાં જુગાર રમતાં ભીમાભાઈ હાજાભાઈ બાલસરા રહે. ડેરવાણ સહિત છ શખ્‍સોને રોકડ રૂપિયા ૨૧૩૦૦/- સાથે ઝડપી પાડી ઇન્‍સ્‍પેક્‍ટર બી બી કોળી,હેડ કોન્‍સ્‍ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, અમરાભાઈ હામાભાઈ જુજીયા, સંજયસિંહ કળષ્‍ણસિંહ ઝાલા,રૂચિતભાઈ ડાંગર અને રણજીતભાઈ ડાંગર દ્વારા જુગારની રેડ સફળ બનાવી હતી.

બાલાગામથી  બે ઈસમોને વિદેશી દારૂની દશ બોટલ સાથે  ઝડપી પાડયા

બામણાસા રોડ ઉપર ગેટ પાસે બે ઈસમો પ્‍લાસ્‍ટિક નું બાચકુ લઈને ઉભાં હોય પોલીસ ને જોઈ શંકાસ્‍પદ હિલચાલ કરતાં તપાસ હાથ ધરવામાં આવતાં  દારૂ પુઠાના ખોખાંમાં હોય કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બન્ને ઈસમો અમીત અરજણભાઇ ભેડા ઉ.વ.૨૦ રહે.બાલાગામ ભેડા શેરી તા.કેશોદ અને રમેશભાઇ મોહનભાઇ મોકરીયા ઉ.વ.૩૫ રહે.બાલાગામ મોકરીયા શેરી તા.કેશોદ વાળાને કબ્‍જામાં વ્‍હીસ્‍કીની કુલ બોટલો નંગ-૧૦ જેની કિંમત રૂપિયા ૪,૦૦૦/ નો મુદ્દામાલ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેશોદના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની હેરાફેરી ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ પર ચાલતી હોય ત્‍યારે બે ઈસમો ઝડપાઈ જતાં બુટલેગરોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

(1:43 pm IST)