Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

દ્વારકા પાલીકા દ્વારા ર૭૦ લાખના વિકાસકાર્યોનું ધારાસભ્‍ય પબુભા માણેક હસ્‍તે લોકાર્પણ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.રર : યાત્રાધામ દ્વારકામાં વર્તમાન ભાજપ શાસિત પાલિકામાં ર૭૦ લાખના વ્‍કિાસ કાર્યોનું લોકાર્પણ ધારાસભ્‍ય પબુભા માણેક હસ્‍તે કરવામાં આવ્‍યુ હતુ. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જયોતિબેન સામાણી, ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના સભ્‍યગણ ઉપસ્‍થિત રહયો હતો. આ પ્રસંગે વર્તમાન બોડીની તેમજ પ્રમુખ તરીકેની મુદત પુર્ણ થઇ રહી હોય જયોતિબેન સામાણીએ ધારાસભ્‍યની ઉપસ્‍થિતિમાં એક લાખ રૂપિયાનો ચેક ચીફ ઓફિસર ઉદય નિશિતને અર્પણ કરી ઉદારણીય કાર્ય કર્યુ હતુ.

(12:15 pm IST)