Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

દ્વારકામાં બાવન જિનાલયમાં ઉમટયો દેશ-વિદેશના જૈનોનો માનવ મેળો

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.રર : દ્વારકા ખાતેના બરડીયા ગામે તા.૧૬ના શરૂ થયેલ બાવન જિનાલયના મહોત્‍સવમાં સમગ્ર દેશ-વિદેશથી જૈનોના સમુદાય ઉમટી રહયો છે. ટ્રેનો, બસો અને ખાનગી વાહનોમાં છેલ્લા પાંચ દિવસમાં  હજારોની સંખ્‍યામાં જૈનોએ બાવન જિનાલયના દર્શન કરી ભાવ વિભોર બન્‍યા છે. પાંચ દિવસમાં દ્વારકા તિર્થ ક્ષેત્રે જાણે જૈન તિર્થ બન્‍યુ હોય તેવો આભાસ સૌને થઇ રહયો છે.

ખાસ કરીને ગુજરાત અને મહારાષ્‍ટ્રના ટોચના જૈન સમાજના નેતાઓ ઉદ્યોગપતિઓ અને વેપારી વર્ગ ત્‍થા જૈન સમાજની દરેક જગ્‍યાએ સંસ્‍થાઓના અગ્રણીઓ પણ આ ભલાતિમલ દિષ મહોત્‍સવમાં જોડાયા છે.

આજે સવારે તા.ર૧ દિને જૈન સમાજના  જુદા જુદા પાનાના માહારાશ્રીઓ દિક્ષાર્થીઓના મહોત્‍સવમાં ભાગ લેવા આવી પહોંચતા બરડીયાના ગ્રામજનો તથા જૈન સમાજના ધર્મપ્રેમી માહારાજશ્રીઓનો વાજતે ગાજતે વર ઘોડો કાઢી શોભાયાત્રાને વધુ ધર્મ અને શ્રાધ્‍ધા ભાવના સંગમ સાથે જૈન સમાજની એકતાનો સંદેશ આપ્‍યો હતો.

આવતીકાલે આ મહોત્‍સવનો મુખ્‍ય બે કાર્યક્રમોનો પ્રારંભ થશે. જેમાં બાવન જિનાલય સંકુલમાં નુતન સ્‍થાપીત કરવામાં આવેલ. બાવન મુર્તિઓની વિધ્‍મીવિધાની મુજબ પ્રાણ પ્રતિષ્‍ઠા  થશે. જયારે પરમ દિને તા.ર૩ના કાર્યક્રમના સમાપન પ્રસંગે ધર્મના સિધ્‍ધાંતો મુજબ ઉત્‍સવની પુણાહુતિ સમારંભ યોજવામાં આવ્‍યો છે. જેમાં વારે ૯ થી ૧૧ ની વચ્‍ચે બાવન જીનાલય ઉપર હેલીકોપ્‍ટરથી પુષ્‍પા પુષ્‍ટી કરી બાવન જિનાલયના સંકુલને ખુલ્લો મુકતા અભિવાદન કરાશે. (તસ્‍વીર : દિપેશ સામાણી - દ્વારકા)

(12:09 pm IST)