Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ગોંડલના મોટાદડવા ગામે સંબંધીની કરપીણ હત્‍યા નીપજાવનાર પિતા પુત્રને અદાલતે આજીવન કેદની સજા ફટકારી

ખેતીની જમીનમાં પાણીના નિકાલ બાબતે મન દુઃખ ચાલતું હોય આરોપીઓએ કુહાડી તથા લાકડી વડે હુમલો કરી હત્‍યા કરી હતી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૨ : ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે ૧૩ વર્ષ પહેલા પિતા પુત્ર એ મળી સંબંધી પર કુહાડી અને લાકડી વડે હુમલો કરી હત્‍યા નીપજાવવાની ઘટનાનો કેસ સેશન્‍સ કોર્ટમાં ચાલી જતા ન્‍યાયમૂર્તિ એ બંને આરોપી પિતા પુત્રને આજીવન કેસની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોટા દડવા ગામે રહેતા જાદવભાઈ વશરામભાઈ કાપડિયા ઉપર કૌટુંબિક સગા હંસરાજ ચોથાણી તેનો પુત્ર રધુ ચોથાણીએ જમીનમાં પાણીના નિકાલા બાબતે બોલાચાલી કરી કુહાડી તથા લાકડી વડે હુમલો કરી મોત નીપજાવી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે અંગેનો કેસ અત્રેની સેશન્‍સ કોર્ટમાં ન્‍યાયમૂર્તિ આરપીસિંધ રાઘવ સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ ઘનશ્‍યામભાઈ ડોબરીયા, પી.એસ માથુરની દલીલો, ફરિયાદીની જુબાની ધ્‍યાને લઈ અને સરકારી તરફેના કુલ ૧૯ શાહીદોને તપાસી ઉપરોક્‍ત ગુનામાં પિતા પુત્રોને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

 

 

(12:07 pm IST)