Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ગીર સોમનાથના ધોકડવા ગામમાં જાહેર Ac શૌચાલય કોમેડીયન ખજૂરભાઇ હસ્‍તે ખુલ્લું મુકાયું

કોડીનાર,તા.૨૨ : ગીર સોમનાથ ના ધોકડવા ગામે ગુજરાતના ગામડાનું પહેલું જાહેર ખ્‍ઘ્‍ શૌચાલય ખુલ્લું મુકાયું છે. કદાચ ગુજરાતનું પ્રથમ એવું ગામડું હશે જ્‍યાં જાહેર શૌચાલય Ac સહિત સંપૂર્ણ સુવિધા યુક્‍ત હોય. અને આ શૌચાલય કોમેડીયન ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની એ ગુજરાતના આ ગામનું પહેલું એસી ની ફેસિલિટી વાળું શૌચાલય ખુલ્લું મૂકયું છે.ત્‍યારે ખજુભાઈએ કહ્યું હતું કે, આ પ્રકારના જાહેર શૌચાલય દરેક ગામડે થવા જોઈએ જેથી પ્રવાસીઓ અને લોકોને આકરા તાપમાં પણ શૌચ ક્રિયા માં તકલીફ ન પડે.

 ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામેં કે જ્‍યાં આજે ગુજરાત નું પહેલું ગ્રામ્‍ય વિસ્‍તાર નું જાહેર AC થી સુસજ્જ શૌચાલય ખુલ્લું મુકાયું છે. અને આ શૌચાલય મા એસી ની ફેસિલિટી રાખવામાં આવી છે. એટલુંજ નહિ બહાર પીવાનું શુદ્ધ R.O નું ઠંડુ પાણી માટેની પણ વ્‍યવસ્‍થા કરાય છે. ધોકડવા ગામના સરપંચ પ્રતિનિધિ એભલ બાંભણીયા એ જણાવ્‍યું કે એસી યુક્‍ત સુસજ્જ શૌચાલય માટે સરકારે ત્રણ લાખ ગ્રાન્‍ટ ફાળવી છે. જો કે ટોટલ ખર્ચ ૬ લાખ રૂપિયા થયો છે અને બાકી ના ત્રણ લાખ રૂપિયા સરપંચ પ્રતિનિધિ એ પોતાના ખીચા માંથી ખર્ચ કર્યા છે. સામાન્‍ય રીતે ગામના સરપંચ પર ભ્રષ્ટાચાર ના આક્ષેપ થતા હોય છે. પણ અહીંયા ઉલટી ગંગા વહી રહી છે. અહીં સરપંચ પોતાના ખીચાના પૈસા ખર્ચી લોકો ને સુવિધા આપી રહ્યા છે. કારણ કે ધોકડવા ગામ ઉના અમરેલી હાઇવે પર આવેલું હોવાથી ગીર સોમનાથ, અમરેલી સહિત અન્‍ય જિલ્લામાંથી દીવ અને તુલસીશ્‍યામ તરફ જતા લોકો અહીથી પસાર થાય છે. ત્‍યારે દૂર દૂર થી આવતા લોકો ને અગવડતા ન પડે અને ગામની ખરાબ છબી ઊભી ન થાય તે માટે આ વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી છે. અને અહીં મહિલા પુરુષ ની સાથે સાથે વિકલાંગો માટે પણ અલગ શૌચાલય બનાવવમાં આવ્‍યું છે. જોકે આ સુવિધાથી ગ્રામજનો તેમજ પ્રવાસીઓમાં ખુશી જોવા મળી છે.

(11:59 am IST)