Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ભુજ સહજાનંદ મહિલા કોલેજના ચાર મહિલા આરોપીઓના જામીન મંજૂર

સીટની તપાસ ટીમે આચાર્ય મહિલા ઉપર વિદ્યાર્થીઓને માસિક ધર્મ દરમિયાન બળજબરીથી ગોંધી રાખી હોવાની કલમ પણ દાખલ કરી

અમદાવાદ : ભુજ સહજાનંદ મહિલા કોલેજ વિવાદના મામલે ચીફ જ્યુડિશિયલ કોર્ટ દ્વારા આ ચાર મહિલા આરોપીઓ આચાર્ય રીટા રાણીગા, કો.ઓર્ડીનેટર અનિતા ચૌહાણ, છાત્રાલય સુપરવાઇઝર રમીલા હિરાણી, પટાવાળા નયના ગોરસીયાને જામીન પર મુક્ત કર્યા છે.

  દરમિયાન પોલીસે એવો નિર્દેશ આપ્યો હતો કે આ ચારેયની પૂછપરછમાં કોઈ બીજા નામો બહાર આવ્યા નથી. જોકે પોલીસે બનાવેલી સીટની તપાસ ટીમે આચાર્ય મહિલા ઉપર વિદ્યાર્થીઓને માસિક ધર્મ દરમિયાન બળજબરીથી ગોંધી રાખી હોવાની કલમ પણ દાખલ કરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ભુજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલમાં જે દીકરીઓના કપડા ઉતરાવી તેમના માસિકધર્મનું ચેકિંગ થયું હતું. આ મામલે સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો આ શરમજનક ઘટનાના પગલે મહિલા આયોગની ટીમે પણ તપાસ કરી હતી. કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ દર્શનાબેન ધોળકીયાએ રાજીનામું આપ્યું હતું. જોકે તેમનું રાજીનામું સ્વીકારાયું નથી.

(9:24 pm IST)