Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

મોરબીના સેવાસદન નજીક પાણીની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ

સરકારી ક્વાર્ટરમાં પાણી સપ્લાય માટેની લાઈનમાં ભંગાણ થયું

મોરબીના અધિકારીઓને પાણીની કીમત ક્યારેય સમજાતી જ નથી કીમતી પાણીના વેડફાટ થતા હોય છતાં તંત્ર મુક પ્રેક્ષક બનીને તમાશો જોયા કરતુ હોય છે આવો જ કિસ્સો તાજેતરમાં જોવા મળ્યો છે જેમાં મોરબીના તાલુકા સેવા સદન પાસે પાણીની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે

મોરબીના તાલુકા સેવાસદન પાસે પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે અને બે દિવસથી પાણીનો વેડફાટ થતો હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી મોરબીની સરકારી કચેરી પાસે જ પાણીનો બગાડ થઇ રહ્યો હોય છતાં શું અધિકારીઓના ધ્યાને આવતું નથી કે પછી જોયા છતાં આંખ આડા કાન કરી રહયા છે તે સવાલ લોકોને મુંઝવી રહ્યો છે સરકારી ક્વાર્ટરમાં પાણી સપ્લાય માટેની લાઈનમાં ભંગાણ થયું હોય જેથી કીમતી પાણી વેડફાઈ રહ્યું છે જેને રોકવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે

(1:50 pm IST)