Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

જેતપુર ભારતીય સિંધુ સભા નવયુવક મંડળના પ્રમુખપદે રાહુલભાઇ આસનાણીની નિમણુંક

નવાગઢ તા.૨૨ : જેતપુરમાં શ્રી ભારતીય સિંધુ સભાની એક બેઠક મળી હતી જેમાં નવયુવક મંડળની ટીમની રચના હાથ ધરાઇ હતી.

બીએસએસના ગુજરાત પ્રદેશ પ્રમુખ મુકેશભાઇ લખલાણી, યુવા આગેવાન રવિભાઇ એ જેતપુરના સિંધુ સભાના સુપ્રમિો અશોકભાઇ વધવા સાથે પરામર્શ કરી તાજેતરમાં જેતપુર લેવલે નવયુવક મંડળની ટીમ જાહેર કરી હતી જેમાં પ્રમુખ તરીકે રાહુલ આસનાણી, ઉપપ્રમુખ મેક મોહન છુંછો, જીતુ ભેરવાણી, આકાશ આહુજા, હરેશ વાસવાણી, અશોક નાથાણી, જેકી તલરેભા, વિજય તીર્થાણી, અનીલ શર્મા, દિપક ધાંધાની સર્વાનુમતે નિમણુંક કરાઇ હતી. આ વરણીને સિંધી સમાજના શ્રેષ્ઠીઓએ આવકારેલ હતી.

(11:36 am IST)