Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

વંથલી પાસે ટ્રકે બાઇકને ઠોકર મારતા પાટણવાવના પ્રૌઢનું મોત

જૂનાગઢ તા. ૨૨ : વંથલી પાસે ટ્રકે બાઇકને ઠોકર લગાવતા પાટણવાવના પ્રૌઢનું મોત થયું હતું.

ધોરાજી તાલુકાના પાટણવાવના ભૂપતભાઇ રાણવા તેમના જીજે૦૩એલજે-૧૨૯ નંબરના મોટરસાયકલ ઉપર બેસીને જૂનાગઢ જિલ્લાના વંથલીમાં મેંગો માર્કેટ પાસેથી પસાર થતાં હતા. ત્યારે જીજે૧૧ટીટી-૯૦૩૬ ટ્રકના ચાલકે ભૂપતભાઇને બાઇક સહિત હડફેટમાં લીધા હતા.

આ અકસ્માતમાં ભૂપતભાઇનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર પ્રકાશભાઇની ફરિયાદ લઇ વંથલી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અકસ્માત બાદ ટ્રક મુકીને નાસી છુટેલા ડ્રાઇવરને ઝડપી લેવા પોલીસ જમાદાર પી.જે.વાળાએ ચક્રો ગતિમાન કર્યા છે.

(11:32 am IST)