Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

જસદણના શિવરાપુર પાસે વીડીમાં જુગાર રમતા છ શખ્સો પકડાયા

જસદણ પોલીસનો દરોડોઃ મહેશ, વિહા, પ્રવિણ, દેવકરણ, માવજી અને શૈલેષની ધરપકડ

રાજકોટ તા.૨૨: જસદણના શિવરાજપુરની સીમમાં આવેલ પાંચ ટોબરાની વીડીમાં જસદણ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જસદણ  પોલીસ  મથકના હેડ કોન્સ. ઘુડાભાઇ તથા વિજયભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે શિવરાજપુર પાસે પાંચ ટોબરાની વીડીમાં દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા મહેશ બટુકભાઇ ટીંબડીયા (ઉ.વ.૪૩) (રહે. શિવરાજપુર તા. જસદણ), વિહાભાઇ બુટાભાઇ ગમારા (ઉ.વ.૩૩) (રહે શિવરાજપુર તા. જસદણ), પ્રવિણભાઇ  મોહનભાઇ સાપરા, (ઉ.વ.૩૨) (રહે. શિવરાજપુર તા. જસદણ), દેવકરણભાઇ ગાંડાભાઇ બરોલીયા (ઉ.વ.૩૭) (રહે. ગોખલાણા તા. જસદણ), વજીભાઇ જેરામભાઇ મકવાણા (રહે. શિવરાજપુર તા. જસદણ), શૈલેષભાઇ દેવરાજભાઇ રાઠોડ (રહે. ગોખલાણા તા. જસદણ) ને પકડી લઇ રૂ. ૧૨,૯૦૦ રોકડા , બે મોબાઇલ ચાર બાઇક મળી રૂ. ૯૦૯૦૦ની મત્તા કબજે કરી હતી.

(11:31 am IST)