Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

માલિયાસણ નજીકથી કુવાડવા પોલીસે ૨૮ શિક્ષકોને ગાંધીનગર પહોંચે એ પહેલા પકડ્યા

પી.આઇ. વી.જે. ફર્નાન્ડીઝ અને ટીમે લાલપુરના ૨૪ અને રાજકોટના ૪ શિક્ષકો સામે અટકાયતી પગલા

રાજકોટઃ જુદા-જુદા પડતર પ્રશ્નોને લઇને આજે રાજ્યભરના ફિકસ પગારથી નોકરી કરતાં શિક્ષકોએ ગાંધીનગર ખાતે વિધાનસભાને ઘેરાવ કરાવનો કાર્યક્રમ રાખ્યો હોઇ તે અંતર્ગત ઠેર-ઠેરથી શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતાં. દરમિયાન કુવાડવા પોલીસ મથકના પી.આઇ. વી. જે. ફર્નાન્ડીસ, હેડકોન્સ. હિતેષભાઇ ગઢવી, હિરાભાઇ રબારી, દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા, હરેશભાઇ સહિતની ટીમે માહિતી પરથી ૨૪ શિક્ષકોને માલિયાસણ પાસે જ અટકાવી લઇ પગલા લીધા હતાં. જેમાં ૨૪ શિક્ષકો લાલપુરના અને ૪ શિક્ષકો રાજકોટના છે.

(4:18 pm IST)