Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

૨૭મીએ રાજયપાલના હસ્‍તે જૂનાગઢનો લઘુ કુંભમેળોઃ ૫૧ લાખ રૂદ્રાક્ષના શિવલીંગનું પૂજન

ગાંધીનગર તા.૨૨: ઇશ્વર સાથે એકાકારનો અનેરો અવસર એટલે ભવનાથ ક્ષેત્રેનો મહાશિવરાત્રીનો મેળો. અહીં પ્રતિ વર્ષ લાખો શ્રધ્‍ધાળુઓ ભવનું ભાથુ બાંધવા વધારે છે આ વર્ષે ગુજરાત સરકારે આ મેળાને ગિરનાર શિવરાત્રી કુંભમેળાનો દરજ્‍જો આપીને ‘‘ગિરનાર શિવરાત્રી કુંભમેળો''તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે.

‘‘ગિરનાર શિવરાત્રી કુંભમેળો-૨૦૧૯''માં આ વર્ષે સરકાર વિશિષ્‍ટ આયોજન કરેલ છે. મેળાના પાવન પ્રસંગો નીચે દર્શાવ્‍યા મુજબ છે. તેમ પ્રવાસના યાત્રાધામ મંત્રી ગણપત વસાવાએ જણાવ્‍યુ હતું.

તા.૨૬/૨ રોજ વિશાળ જનમેંદની વચ્‍ચે મેળામાં પધારેલ સાધુ સંતોનો નગરપ્રવેશ

તા.૨૭/૨ રોજ રાજ્‍યપાલશ્રી ઓ.પી.કોહલીના હસ્‍તે મેળાનું ઉદ?ઘાટન તથા ધ્‍વજા આરોહણ, ૫૧ લાખ રૂદ્રાક્ષના શિવલીંગનું પૂજન અને નવા બનાવેલ પ્રવેશદ્વારનું નામકરણ, સાંજે લેસર અને લાઇટ શોનું ઉદઘાટન.

તા. ૨૮/૨ રોજ ગિરનાર રોપ-વેના સાધનોની પ્રદર્શની, ભવ્‍ય ડમરૂયાત્રા તથા શિવતાંડવ અને શિવઉપાસના

તા.૧/૩ રોજ ઉત્તર પ્રદેશના માન.મુખ્‍યમંત્રી યોગી શ્રી આદિત્‍યનાથજી તથા હિન્‍દુ ધર્મ આચાર્ય સભાા કન્‍વીનર શ્રી પરમાત્‍માનંદજીની ઉપસ્‍થિતિમાં સામાજિક સમરસતા વિષય ઉપર પ્રમુખ સંતોની હાજરીમાં ધર્મસંમેલન.

તા.૨/૩ રોજ સાધ્‍વી ઋતંભરાજીની અધ્‍યક્ષતામાં નારીશક્‍તિ વિષય પર ધર્મ સંમેલન તથા સાંજે કીર્તિદાન ગઢવી અને માયાભાઇ આહિરનો લોકડાયરો.

તા.૩/૩ રોજ રામકથાકાર શ્રી મોરારીબાપુ તથા દ્વારકા શારદાપીઠના દંડી સ્‍વામી સદાનંદ સરસ્‍વતીજીની અધઅયક્ષતામાં વ્‍યસનમુક્‍તિ વિષય પર ધર્મસંમેલન.

તા.૪/૩ રોજ હાથી,ઘોડા,બેન્‍ડવ,અંબાડી,ડ્રોનથી પુષ્‍પવર્ષા સાથે સાધુ-સંતોની ભવ્‍ય રવેડી.

‘‘ગિરનાર શિવરાત્રી કુંભમેળો-૨૦૧૯''  માટે રાજ્‍ય સરકારે રૂા.૧૫ કરોડનું વિશેષ આયોજન કરેલ છે, જેમાં વિજયભાઇ રૂપાણી (માન.મુખ્‍યમંત્રી) ગુજરાત. ભુપેન્‍દ્રસિંહજી ચુડાસમા, મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, દિલીપકુમાર ઠાકોર, મંત્રી વિભાવરીબેન દવે, માન બચુભાઇ ખાબડ અને અન્‍ય રાજકીય મહાનુભાવો તથા પ.પૂ.મહામંડલેશ્વર ૧૦૦૮ વિશ્વંભર ભારતીબાપુ શેરનાથજી બાપુ, પ.પૂ.મહંતશ્રી હરિગિરિજી મહારાજ, દીદીમાં સાધ્‍વી ઋતંભરાજી, પરમાત્‍માનંદજી, પ્રખ્‍યાત રામકથાકાર સંતશ્રી મોરારીબાપુ, દડીસ્‍વામી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ જેવા સાધુ સંતો પણ ઉપસ્‍થિત રહેનાર છે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રખ્‍યાત સંતોના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, જુનાગઢના સહયોગથી કરેલ છે.

(4:09 pm IST)