Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

એસ. ટી. હડતાલનો બીજો દિ': મુસાફરો ભારે હેરાન

ડેપો સુમસામઃ ખાનગી વાહના ચાલકોને બખ્ખાઃ એસ. ટીના કર્મચારીઓનો આક્રોશ

પ્રથમ તસ્વીરમાં વિંછીયા, બીજી તસ્વીરમાં ધોરાજીમાં એસ. ટી. હડતાલ, ત્રીજી તસ્વીરમાં ભાવનગર, ચોથી તસ્વીરમાં જસદણ, પાંચમી તસ્વીરમાં બગસરા, છઠ્ઠી તસ્વીરમાં ઉપલેટામાં એસ. ટી. કર્મચારીઓ આક્રોશ ઠાલવતા નજરે પડે છે. (તસ્વીર : પિન્ટુ શાહ (વિંછીયા), કિશોર રાઠોડ (ધોરાજી), મેઘના વિપુલ હિરાણી (ભાવનગર), હુસામુદીન કપાસી (જસદણ), સમીર વિરાણી (બગસરા), કિરીટ દોશી -ઉપલેટા)

રાજકોટ તા.૨૨: ગઇકાલથી એસ.ટી.કર્મચારીઓના અણઉકેલ પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે હડતાલ શરૂ કર્યા બાદ આજે આ હડતાલ અચોક્કસ મુદતની જાહેર થતા આજે સતત બીજા દિવસે મુસાફરો ત્રાહીમામ પોકારી ગયા છે.

હડતાલના કારણે ડેપો સુમસામ ભાસે છે ખાનગી વાહન ચાલકોને બખ્ખા થઇ ગયા છે જયારે સરકાર સામે એસ.ટી.ના કર્મચારીઓ આક્રોશ ઠાલવી રહ્યા છે.

વિંછીયા

વિંછીયાઃ વિવિધ માંગણીના અનુસંધાને એસ.ટી.ની રાજય વ્યાપી હડતાલને પગલે આજે બીજા દિવસે જસદણ એસ.ટી.ડેપોમાં ૨૦૦ જેટલા એસ.ટી.કર્મીઓ હડતાલમાં જોડાયા છે પ્રસ્તુત તસ્વીરમાં એસ.ટી.ડેપોમાં મુસાફરોને બદલે કાગડા ઉડતા દેખાય છે! સુમ સામ ભાસે છે!! બીજી બાજુ મુસાફર જનતા હેરાન-પરેશાન છે.

ઉપલેટા

ઉપલેટાઃ એસ.ટી.એ હડતાલ પાડી છે ત્યારે તેમની મુશ્કેલીઓનો સામનો ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓ તથા મુસાફરોને હાલાકી સાથે મુશ્કેલી ભોગવવાની આવી છે તથા મુશ્કેલી ભોગવવી પડે છે. મોટા ભાગની શાળાઓમાં પરીક્ષાઓ ચાલતી હોય જેથી વિદ્યાર્થીઓને ફરજીયાત શાળાએ જવુ પડે છે ત્યારે વિદ્યાર્થીઓને ઉચા ભાડા ખર્ચીને પ્રાઇવેટ વાહનોમાં જવુ પડે છે.

ગઢાળાના સરપંચ નારણભાઇ આહિરે જણાવ્યુ હતુ કે, આજે વર્ષમાં બે વખત આવી એસ.ટી.ની હડતાલ પડતી હોય છે ત્યારે ગ્રામ્ય પંથના વિદ્યાર્થીઓને ખુબજ મુશ્કેલી ભોગવવી પડે છે ત્યારે સરપંચે એસ.ટી.ના કર્મચારીઓને અનુરોધ કરતા જણાવેલ હતું કે, તમારે જો તમારા પ્રશ્નો હલ કરવા હોય તો ગરીબ મેળા તેમજ સરકારી કાર્યક્રમો હોય ત્યારે આવી હડતાલ રાખવી જોઇએ જેથી સરકાર તમામ પ્રશ્નો વહેલી તકે ઉકેલી શકે તેમ અંતમાં સરપંચશ્રીએ જણાવેલ હતું.

જસદણ

જસદણમાં આજે બીજા દિવસે પણ જીએસટી પોતાની હડતાલ ચાલુ રાખતા ખાનગી વાહોનને બખ્ખા થયા હતા અને મુસાફોરને ભારે હરાનગતી થઇ હતી બીજા દિવસે પણ બસો બંધ રહેતા ડેપો સુમસામ ભાસી રહ્યો હતો અનેમુસાફરોએ ડબ્બા રિક્ષામાં મુસાફરી કરવી પડી હતી.

બગસરા

બગસરાના તમામ ૪ર રૂટ બંધ છે જેમાં દરરોજ આ ડેપોમાં ૩ લાખની આવક થાય છે જેમાં સરકાર દ્વારા કર્મચારીઓની માગણી નહિ સંતોષ તા આજે બગસરાના તમામ રૂટ બંધ છે અને અમરેલી જીલ્લાના બગસરાનો એ ગ્રેડ ડેપો છે અને હડતાલ થતા પેસેન્જરોને આજે હાલાકીનો સામનો કરવો પડે છ.ે

ધોરાજી

સમગ્ર ગુજરાતમાંં એસટી વિભાગ દ્વારા ગુજરાત વ્યાપી  હડતાલ શરૂ કરાઇ છે ત્યારે ધોરાજી ડેપોના ૧૮૦ કર્મચારીઓ રાજયવ્યાપી હડતાલમાં જોડાયા હતા અને એસટીબસોના પૈડા થંભાવી દીધા હતા.

ધોરાજી ડેપોમાંથી ઉપડતી બસોની ર૧૦ જેટલી ટ્રીપ કેન્સલ કરવામાં આવી હતી ને ધોરાજી બસ સ્ટેશનના વર્કશોપમાં બસોની લાઇનો લાગી હતી. જયારે કાયમી પ્રવાસી અને મુસાફરોથી ધમધમતુ ધોરાજીનું બસ સ્ટેશન સુમસાન ભાસતું હતું. ગુજરાત રાજયના એસટી વિભાગના કર્મચારીઓની હડતાલથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હી તેમજ ખાસ કરીને લગ્ન ગાળાની સિઝન હોવાથી લગ્ન પ્રસંગોમાં આવા જવા વાળા પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો આ ઉપરાંત એટી બસમાં નિયમિત મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને પણ હડતાલને લીધે મુશ્કેલી વેઠવી પડી હતી.

ભાવનગર

ભાવનગરમં પણ એસટી કર્મચારીઓની હડતાલથી એસટીના પૈડા થંભી ગયા હતા અને ભાવનગર વિભાગના ૧૮૦૦ થી વધુ એસટી કર્મચારીઓની સામુહિક રમતા પગલે હજારો લોકો પરેશાન થયા હતા જીલ્લાના તમામ ડેપો અને વર્કશોપ પર કામગીરી થંભી ગઇ હતી એસટીના પૈડા થંભી જતા ખાનગી વાહનોને બખ્ખા થઇ ગયા હતા અને ભાડુ પણ વધારી દીધું હતું. (૭.૭)

(12:36 pm IST)