Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી ગાયબ

વહેલી સવારથી જ હુંફાળુ વાતાવરણ

રાજકોટ, તા. રર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર રૂતનો માહોલ યથાવત છે અને ઠંડી ગાયબ થઇ ગઇ છે.

વહેલી સવારથી જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને આખો દિવસ ઉનાળાની અસર વર્તાઇ છે.

જુનાગઢ

જુનાગઢ : જુનાગઢના તાપમાનમાં આજે ફરી વધારો થતા ઠંડી ગાયબ થઇ ગઇ હતી.

ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૯.૪ ડીગ્રી રહ્યા બાદ આજે સવારે એક ડીગ્રીના વધારા સાથે તાપમાનનો પારો ર૦.૬ ડીગ્રીએ સ્થિર થયો હતો જેના પરિણામે ઠંડીની અસર નહિવત થઇ ગઇ હતી.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા અને પવનની ગતિ પાંચ કિમીની રહી હતી.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ-ર૯, લઘુતમ-૧૬, ભેજ-૯૪ ટકા, પવન-પ.૬ કિ.મી. પ્રતિ કલાક રહી હતી. (૮.૯)

(12:27 pm IST)