Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ભાવનગર નજીક માલપરમાં પ્લાસ્ટીકની ફેકટરીમાં આગ લાગી

ભાવનગર, તા. રર : ભાવનગર નજીક પ્લાસ્ટીકની ફેકટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડના સ્ટફે સતત છ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

માલપર ગામે સર્વે નં. ૧૮૪ પ્લોટ નં. ર અને બ્લોક નં. ૧૪૪માં આવેલ સુનિલભાઇ દેવજીભાઇ મકવાણાની માલીકીના સુરજ પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ ભાવનગર ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને ર બાઉઝર, ૮ ટ્રેકટર તેમજ ર મોટા ટેન્કર ભરેલા પાણી વડે સતત છ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

આગમાં પ્લાસ્ટીકનો શેડ, મટરીયલ્સ, પ્લાસ્ટીકના દાણા તેમજ મશીનરી સહિતની તમામ વસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી. આગથી ભારે નુકસાન થવા પામ્યું છે. (૮.૭)

 

 

 

(12:01 pm IST)