Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પોરબંદરની સુન્ની સંસ્થા અંજૂમને ઇસ્લામના પ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી વહિવટદાર નિમવા રજૂઆત

વકફ બોર્ડના તપાસનીસ સમક્ષ રપ જમાતોનો સૂરઃ બની બેસેલા આગેવાનોને હટાવવા માંગણી

પોરબંદર તા. રર :.. પોરબંદર સુન્ની સંસ્થા અંજૂમને ઇસ્લામની ચૂંટણીને લઇને લાંબા સમયથી વિવાદ ચાલી રહેલ છે. ત્યારે પ્રમુખની પાંચ વર્ષની સમય મર્યાદા પુર્ણ થઇ ગયેલ હોય અને વધારા ના ૧૧ મહિના જેટલો સમય વધુ વીતી ગયુ હોય આજદીન સુધી પ્રમુખની ચૂંટણી યોજાયેલ ન હોય, જયારે માજી પ્રમુખ હાજી ઇબ્રાહીમખાં પઠાણ થોડા મહિલા પહેલા અંજૂમને ઇસ્લામની નવેસરથી ચૂંટણી યોજાઇ તે માટે રાજીનામુ આપેલ છે. પરંતુ માજી પ્રમુખના રાજીનામાનું ગેરકાયદેસર રીતે લાભ ઉપાડી સમાજના અમુક લોકો કોઇપણ ઓથોરીટી વગર સમાજની ઓફીસમાં વહીવટ કરવા બેસી ગયા છે. આ કહેવાતા બનવાટી, હોદેદારોએ સમાજની સાથે વિશ્વાસઘાત કરેલ હોય માટે પોરબંદરના સમગ્ર મુસ્લિમ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

સમગ્ર ઘટનાની જાણ પોરબંદર મુસ્લિમ સમાજના રપ જમાતના પ્રમુખો અને સમાજના આગેવાનો ગુજરાત રાજય વકફ બોર્ડ ગાંધીનગર ખાતે દોડી ગયેલ અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને સમાજમાં બની બેઠેલા આગેવાનો સામે કાનુની કાર્યવાહી કરવા માંગ કરી હતી, તે અનુસંધાને ગુજરાત રાજય વકફ બોર્ડના ચેરમેનશ્રીની સુચનાથી પોરબંદર ખાતે વકફ બોર્ડના તપાસ અધિકારી શીરાઝભાઇ માડકીયા સહિતના આવી પહોંચ્યા હતા અને નિવેદનો લીધા હતાં. આ લેખીત નિવેદનમાં પોરબંદર મુસ્લિમ સમાજની રપ જમાતોના આગેવાનો દ્વારા એક સુર સાથે નિવેદનમાં જણાવ્યું હતું કે પોરબંદરની દરેક સમાજની સર્વપરી સંસ્થા સુન્ની અંજૂમને ઇસ્લામની પ્રમુખ પદની ચૂંટણીને પાંચ વર્ષની સમય મર્યાદા પુર્ણ થઇ ગયેલ હોય અને તેમ છતાં ૧૧ મહિના જેટલો સમય વધુ વીતી ગયા હોય અને આજ દિવસ સુધી પ્રમુખની ચૂંટણી થયેલ ન હોવાથી હાલમાં મુસ્લિમ સમાજમાં કોઇ પ્રમુખ અને સમાજના વહીવટદાર ન હોય અને અત્યારે સમાજમાં જે કોઇ લોકો વહીવટ કરી રહ્યા છે અને લેટર પેડ અને રબ્બર સ્ટેમ્પનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે તે ગેરબંધારણીય અને ગેરકાનુની તેમજ પોતાના મની પાવર અને જો હુકમીથી સંસ્થામાં કબજો કરીને બેસી ગયેલા છે અને જેને લીધે પોરબંદરના સમગ્ર મુસ્લિમ સમાજમાં આક્રોશ ઉભુ થયેલું છે. માટે વ્હેલી તકે અંજૂમને ઇસ્લામની ચૂંટણી વહેલી તકે યોજાઇ જાય જેનાથી મુસ્લિમમાં ભાઇ-ચારો અને એકતા અને વિશ્વાસ જળવાઇ રહે તેમાં જ સમાજની ભલાઇ છે. અને વધુમાં જણાવવાનું હતું કે જયાં સુધી આ સંસ્થાની ચૂંટણી ન થઇ જાય ત્યાં સુધી અંજૂમને ઇસ્લામની સંસ્થાને વકફ બોર્ડ દ્વારા આ સંસ્થાને વહીવટદાર નીમી લેવા તેમજ ગેરકાયદેસર બની બેઠેલા લોકો પાસેથી સંસ્થાનો કબજો લઇ અહીંના મામલતદારશ્રીને વહીવટદાર તરીકે સોંપી આપવા તમામ મુસ્લિમ સમાજની માંગણી તથા લાગણી છે, તેવુ રપ જમાતના આગેવાનો દ્વારા વકફ બોર્ડના આવેલા અધિકારીઓના નિવેદનમાં જણાવેલું હતું. (પ-૧૭)

 

(11:54 am IST)