Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સાંજે મોરબી ટંકારા હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બેના મોત

એટોપ ફેક્ટરી નજીક અકસ્માત :કાર સાથે અથડાયા બાદ એસટી પલ્ટી મારી રોડ નીચે ઉતરી ગઈ :કારનો બુકડો

મોરબી ટંકારા હાઈવે પર સાંજના સુમારે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બેના મોત થયા છે જયારે એકને ઈજા પહોંચી હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે.

   જાણવા મળતી વિગત મુજબ ટંકારા હાઈવે પર એટોપ ફેક્ટરી નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત એટલો ભયંકર હતો કે એસટી બસ પલટી મારી રોડથી નીચે ઉતરી ગઈ હતી જયારે કારનો પણ બુકડો બોલી ગયો હતો અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષના ઘટનાસ્થળે જ મોત થયા છે જયારે અન્ય એકને ઈજા પહોંચી છે.

    બનાવને પગલે ટંકારા પોલીસે સ્થળ પર દોડી ગઈ છે અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક પણ સર્જાયો હતો અને વાહન વ્યવહાર પુનઃ સામાન્ય કારવા પોલીસે કવાયત આદરી છે તેમજ અકસ્માતની પણ તપાસ ચલાવી છે.

(8:36 pm IST)