Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જુનાગઢમાં ભાજપ મહિલા સુરક્ષા સેલના સભ્ય ઉપર કોર્પોરેટરો સહિત પ શખ્સોનો હુમલો

પહેલા નળ કનેકશન આપો ત્યારબાદ ડામર કામ કરવાની માંગણી કરતા મામલો બીચકયો

જુનાગઢ તા.૨૨: જુનાગઢમા ભાજપ મહિલા સુરક્ષા સેલના મહિલા સભ્ય અને જોષીપરામાં આવેલ શિવાનીનગરના રાધા એપાર્ટમેન્ટમાં રહેતા સુમિતાબેન રાખોલીયા ઉપર હુમલો થતા સનસનાટી મચી ગઇ છે.

સુમિતાબેન રાખોલીયા ઉપર તેના જ વોર્ડ નં.૭ના કોર્પોરેટર ગોપાલભાઇ રાખોલીયા યોગેશભાઇ પાનસુરીયા, વોર્ડ નં.૪ના કોર્પોરેટર હરેશ પરસાણા સહિત પ શખ્સોએ હુમલો કરતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ છે.વોર્ડ નં. ૭મા પહેલા નળ કનેકશન આપ્યા બાદ રસ્તાનું કામ કરવાની માંગ કરતા મામલો બીચકયો હતો.

મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ છે.(૧.૩૫)

 

(3:51 pm IST)