Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સાતોદડ ખાતે સમૂહ લગ્નમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા

જામકંડોરણાના થોરડી તતેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી મહાદેવાનંદગીરીજીની ઉપસ્થિતી : ૧૦૫ વસ્તુઓની ભેટઃ હિંડોચા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વ્રારા આયોજન

 રાજકોટ,તા.૨૨: હિંડોચા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે ૧૮ ફેબ્રુઆરી ં રોજ  સાતોદડ ગામે શ્રી સુરાપુરા બાપાના મંદિર શ્રી નાગરાજ ધામ ખાતે લોહાણા સમાજની દીકરીઓ માટે યોજાયેલ ૧૪માં સમૂહ લગ્ન પ્રસંગે નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા. જામકંડોરણાના થોરડી તતેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી મહાદેવાનંદગીરીજીના હસ્તે મંગલસુત્ર અર્પણ કરવામાં આવ્યું હતું અને આર્શીવચન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મુંબઈ સ્થિત હર્ષ હિંડોચા, ધ્રુવી હિંડોચા તથા સ્વ જયંતિલાલ વિઠલદાસ હિંડોચા, ગં.સ્વ.શ્રી હીરાબેન જયંતિલાલ હિંડોચા (હસ્તે આફ્રિકા વાળા ભાવેશભાઈ જેન્તીલાલ હિંડોચા) ઉપરાંત લંડન સ્થિત નવનીતભાઈ રણછોડદાસ હિંડોચા, ઇલાબેન હિંડોચા, નીતાબેન નીલેશભાઈ હિંડોચા, તરફથી અદકેરો સહયોગ મળેલ આ ઉપરાંત હિંડોચા પરિવાર દ્વ્રારા દીકરીઓને ખુબજ સહયોગ મળેલ હતો.

સમિતિના ટ્રસ્ટી અને પી. એ. ટુ મેયર કનુભાઈ હિંડોચાએ જણાવેલ કે જુદા જુદા સમાજ દ્વારા સમૂહ લગ્નો થતા હોય છે પરંતુ સમાજની દીકરીઓ માટે એક પરિવાર સમૂહ લગ્ન કરાવતો હોય તેવું પ્રથમ હશે. કુલદેવી માંના મંદિરના પટાંગણમાં યોજાયેલ આ સમુહ લગ્ન કોઈ દેવ કોટીના દરબારમાં ઉત્સવ યોજાઈ રહ્યો હોય. એવી પ્રતીતિ થાયલ. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ. હિંડોચા પરિવાર તરફથી દીકરીઓને શુભેચ્છા ભેટ આપવા બદલ સૌનો આભાર માનેલ હતો.  

૧૪માં સમુહ લગ્ન પ્રસંગે દરેક કન્યાને સોનાનું મંગલસુત્ર, સોનાની બુટી, સોનાની વીટી, સોનાની ચૂક, સોફાસેટ, વોશિંગ મશીન, એલ.ઈ.ડી.ટીવી, ગોદરેજ કબાટ, પલંગ, ચુંદડી, પાનેતર, પાંચ જોડી કપડા, ડનલોપનું ગાદલું, મિક્ષ્ચર, ચાંદીના સાંકડા, મખમલ બ્લેન્કેટ, ઓછાડ સેટ, ટોસ્ટર મશીન, વોટર પ્યુરીફાયર, ઇમ્પોર્ટેડ કપલ દ્યડિયાળ, સુટકેશ ઉપરાંત સ્ટીલના વાસણો તેમજ અન્ય ગૃહ ઉપયોગી ચીજવસ્તુ મળીને કુલ ૧૦૫ આઇટમ પરિવારના સહયોગથી દીકરીઓને શુભેચ્છા ભેટ તરીકે આપવામાં આવેલ. 

આ સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત સંત શ્રી મહાદેવાનંદગીરીજી લંડનના મુખ્ય દાતા નવનીતભાઈ અને લંડનના ઇલાબેન હિંડોચા, નીતાબેન નીલેશભાઈ હિંડોચા, મનસુખભાઈ હિંડોચા, ભરતભાઈ વસાણી, રઘુવીર યુવા સેના પ્રમુખ હરીશભાઈ લાખાણી,  રાજકોટ મ્યુનિસિપલ સેક્રેટરી એચ.પી.રૂપારેલીઆ, આશીર્વાદ રોડવેઈઝના બહાદુરભાઈ માંજરિયા, સંદિપભાઈ તથા ક્રિષ્નાબેન વિગેરેનું સમુહ લગ્ન સમિતિ દ્વ્રારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.

આ અવસરે કુમાર હિંડોચાનાં ઓરકેસ્ટ્રા દ્વારા લગ્ન ગીતોની રમઝટ બોલાવેલ તેમજ જામકંડોરણાના રાજદીપ મંડપ સર્વિસ દ્વ્રારા જાંજરમાન સમિયાણો ઉભો કરવામાં આવેલ. લગ્નોત્સવને સફળ બનાવવા હિંડોચા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ હિંડોચા અને  દિનેશભાઈ હિંડોચાના માર્ગદર્શન હેઠળ કનુભાઈ હિંડોચા, ગોવિંદભાઈ હિંડોચા, દિલીપભાઈ હિંડોચા, વિનસભાઈ હિંડોચા, નલીનભાઈ હિંડોચા, નીલેશભાઈ હિંડોચા, મયુરભાઈ હિંડોચા, પરેશ સોઢા, નિલેશ દાસાણી, તેમજ યુવા ટીમ હિતેશ હિંડોચા, ભાવેશ હિંડોચા, ચંદુભાઈ, આનંદ, જય હિંડોચા, ભૂપત હિંડોચા વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

(3:37 pm IST)