Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

પડધરીના થોરીયાળીમાં જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ

સૌ.યુનિ., તા.પં., જિ.પં., સરદાર સેવા ટ્રસ્ટ થોરીયાળી, ગ્રામ પંચાયત, કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજના સંયુકત ઉપક્રમ તાજેતરમાં પડધરીના થોરીયાળી ગામે વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં લોકો અંધશ્રધ્ધામાંથી બહાર આવે તેવી સમજ આપી વિવિધ વૈજ્ઞાનીક પ્રયોગોનું નિદર્શન કરાયુ હતુ. જુની જડ વિચારસરણીમાંથી બહાર આવી શિક્ષિત બનવા અનુરોધ કરાયો હતો. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પધ્ધતીથી ઉદ્દઘાટન પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામીએ કરેલ. મંચ પર સરપંચ શોભનાબેન અરવિંદભાઇ, ઉપસરપંચ મેઘજીભાઇ શીંગાળા, પરસોતમભાઇ કમાણી, દિનેશભાઇ પેઢડીયા, દેવેન્દ્રભાઇ લુણાગરીયા, રમેશભાઇ પેઢડીયા, મનસુખભાઇ લુણાગરીયા, ખોડુભાઇ પટોડીયા, ધીરૂભાઇ મોલીયા, ડો. આર. સી. પરમાર, અરવિંદભાઇ કમાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જાથાના જયંત પંડયા, ડો. યશવંત ગોસ્વામી, પ્રો. આર. સી. પરમારે ચમત્કારીક પ્રયોગો એકના ડબલ, હાથમાંથી કંકુ ભસ્મ કાઢવા, લોહી નીકળવુ, રૂપિયાનો વરસાદ, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, હાથ માથા ઉપર દિવા થવા, જીભની આરપાર ત્રિશુલ કાઢવુ વગેરે વિજ્ઞાનીક પ્રયોગોનું નિદર્શન કરી લોકોને ગેરમાન્યતાઓમાંથી બહાર આવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં છાત્રાઓ પુજા જોષી, નીકીતા સભાયા, રૂચિ સુરેજા, નિશા ગોયલ, મયુરી પરમાર, કાજલ સાગઠીયા, ગીતા ગોસ્વામી, ધારા સીદપરા, બંસી કોઠીયા, વિશ્વા ભટ્ટ, શિવાંગી કુંડલીયા, ખ્યાતિ વાઢેરે ભાગ લીધો હતો. તેમ જન વિજ્ઞાન જાથા રાજકોટ (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(1:01 pm IST)