Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ધોરાજીઃ બજેટમાં ખેતીના ઉપયોગી પ્લાસ્ટીક પાઇપને ટેકસમાં રાહત આપવા માંગણી

ધોરાજી તા.રરઃ ખેડુત અગ્રણી અને પ્લાસ્ટીક ઉદ્યોગપતી ભુપતભાઇ ભાયાણીએ જણાવેલ કે ટ્રેકટરને ટેકસમાંથીમુકતી અને ખેડુતોને ટપક પધ્ધતી અને સ્પીંકલર પધ્ધતી માટે વપરાતી પ્લાસ્ટીકની પાઇપો મુખ્યત્વે પીવીસીની પાઇપોનો ઉપયોગ થાય છે.તેમજ ખેડુતોના ખેતરે બોર કુવામાંથી પાણી ખેચવા અને ખેતરવાડીમાં પાણીની  લાઇનો નાખી સીંચાઇનું પાણી એકછેડેથી બીજા છેડે પાણી લઇ જવાથી પાણીનો બચાવ થાય જો ધોળીયા વાટે સીંચાઇ કરે તો પાણીનો બગાડ થાય જેથી આમ બજેટમાં  ખેડુતોને રાહત આપવાની વાતને બદલે પ્લાસ્ટીક પાઇપોના ઉદ્યોગોને ટેકસમાં રાહત મળવી જોઇએ.જેથી ખેડુતોને સીંચાઇમાં પ્લાસ્ટીકના પાઇપો રાહત ભાવે મળી શકે અને ખેતઉત્પાદનમાં ફાયદો થાય તો જ ખેડુતો આબાદ થશે તેમ ખેડુત અગ્રણી ભુપતભાઇ ભાયાણીએ જણાવ્યુ હતુ.

(11:32 am IST)