Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

મેંદરડામાં ઝૂલૂસ

મેંદરડા : સાવરકુંડલાના મહાન સુફીસત પીરેતરીકત  પધાર્યા હતાં. ગેબનશાપીરની દરગાહથી બાપુની બગીમાં ઝૂલૂસ સમસ્ત મુસ્લીમ સમાજ મેંદરડા દ્વારા નીકળ્યુ હતું. ઝૂલૂસ ગામના મુખ્ય માર્ગ પર ફરી જુમ્મા મસ્જીદ મેંદરડાએ પુર્ણ થયેલ હતું. ઝૂલૂસ દરમ્યાન દરેક સમાજના સામાજીક ધાર્મિક તથા રાજકીય આગેવાનો દ્વારા ઝૂલૂસનું સ્વાગત કરી બાપુ પાસે આર્શીવાદ મેળવ્યા હતા ખાસ કરીને મેંદરડા ખાખીમઢીના મહંત સુખરામબાપુ જીલ્લા બેંકના ચેરમેન શ્રી એલ. ટી. રાજાણી, કિરણભાઇ ડાંગર, હમીરભાઇ માડમ, રાજુભાઇ વિઠલાણી, ડોલીબેન અજમેરા અજયભાઇ વાળ, કાનભાઇ મકવાણા, વિપુલભાઇ પોબારી, મનોજભાઇ હપાણી, ચંદુભાઇ, દિપકભાઇ ઢેબરીયા, વિનુભાઇ ખૂંટ, પુંજાભાઇ ડાંગર, અશોકભાઇ સોલંકી, ભોમીક કનીરયા, જમનભાઇ શીંગાળા વગેરે આગેવાનો દ્વારા સ્વાગત કરેલ. આ પ્રસંગને સફળ બનાવવા મેંદરડા મુસ્લીમ સમાજના પ્રમુખ હા. જુસબભાઇ માસ્તરની આગેવાનીમાં ઇન્દ્રીસ વડગામ, જાકીર સોલંકી, ઇમરાન કુરેશી, આશીક કુરેશી, મહમદ સોલંકી વગેરે યુવાનોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : ગૌતમ શેઠ મેંદરડા)

(11:27 am IST)