Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

અમરેલી-ચલાલા માટે ખોડિયાર ડેમનો જથ્થો અનામત રાખવા નિર્ણય

     અમરેલી, તા ર૩ :  ધારી, અમરેલી અને ચલાલાની જીવાદોરી સમાન ખોડીયાર ડેમની જળસપાટી હાલ પ૧ ફુટે સ્થગિત કરી દેવામાં આવી છે હવે પિયત માટે પાણી નહીં આપવામાં આવે પણ ચલાલા અને અમરેલીના લોકોને પીવા માટે આ જળભંડાર ઉપયોગમાં લેવાશે વર્તમાન ચલાલા નગરપાલિકા દૈનિક એક એમ.એલ.ડી.પાણી ડેમમાંથી સીંચે છે  શહેરને પાણી પુરૂ પાડતી પાઇપલાઇન જંગલખાતાએ ઉસેડી ફેકતા મંજૂરીની રાહ જોવાઈ રહી છે ત્યારે જંગલખાતાએ નરમ વલણ દાખવાની તાતી જરૂર પણ છે જે લોકોના હીતમાં કહેવાય માં ખોડીયારના આશિર્વાદ કહો યા સદ નસીબ કે આવડો મોટો વિશાળ ડેમ મોજુદ છે જે ધારી, ચલાલા અને અમરેલી માટે જીવાદોરી સમાન છે પછી ભલે અમરેલી તાલુકાના ખારાપાટના ગામડામાં લહેરાતી મોલાત હોય બધાનુ સિંચન છેલ્લા પાંચદાયકાથી ખોડીયાર ડેમ કરતો આવ્યો છે જે આજે પણ યથાવત છે.

     સૌરાષ્ટ્રનો સૌથી ઉંડો ખોડીયાર ડેમ ૭પ ફુટની પોતાની ઊંડાઈ સાથે અવ્વલ તો છે જ સાથોસાથ ૧૦પ૭.૪૩૧ એમ.સી.એફ.ટી.પાણી પોતાનામાં સમાવી લ્યે છે અને ખારાપાટના અમરેલી તાલુકાના ગામડામાં પિયત કરી ખેડૂતોને ન્યાલ કરવામાં સહભાગી બને છે તેવા આ ડેમની સપાટી હાલપર્યન્ત પ૧ ફુટે સ્થગિત કરી દેવામાં આવી છે જે પાછળનુ કારણ ચલાલા અને અમરેલીના લોકોને પીવા માટે જળરાશિ પુરી પાડવાનુ છે અત્યારે ખોડીયાર ડેમનુ લેવલ પ૧.૪૦ ફુટ અને જળજથ્થો ર૧૬.૯૬૮ એમ.સી.એફ.ટી.છે એટલે ડેમની છલ્લોછલ અવસ્થા સાથે સરખાવવામાં આવે તો પાભાગ એટલે રપ ટકા સંગ્રહીત જળજથ્થો લોકોને ઉનાળામાં ઉપયોગી બનશે તેવા સંજોગોમાં ચલાલા નગરપાલિકા દરરોજ જનતા માટે પાણી ડેમસાઈડ પરના કુવામાંથી સીંચી રહી છે.

તે દૈનિક ૧ એમ.એલ.ડી.એટલે ૧૦ લાખ લીટર પાણી પંપીંગ કરી ચલાલા સુધી લાઈન વાટે લોકોના ઘરે ઘરે નળમાં પાણી વહાવી રહી છે પણ અમરેલી માથે જંગલખાતાએ પસ્તાળ પાડી છે.

અમરેલી પાલીકાની ખોડીયાર ડેમના રોડ કાંઠે પાણીની પાઈપલાઈન પડી પડી આજની તારીખે ધુળ ખાઈ રહી છે ત્યારે કલેકટરે પાણીપુરવઠા બોર્ડ સાથે મળી એવો રસ્તો કાઢી આપ્યો કે ઈશ્વરીયા પાસેના મહી પંપીંગમાંથી અમરેલીને પાણી પૂરું પાડવુ અને ખોડીયાર ડેમનુ પાણી મોરઝર અને માલસીકા ખાતે આવેલા સંપમાં ઠાલવી દેવુ જેથી ધારી અને વિસાવદર તાલુકાના ગામડાઓને પીવાનુ પાણી મળી જાય ત્યારે જંગલખાતાએ લોકોના હિતમાં નિર્ણય લઈ લીધો છે.

(11:27 am IST)