Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જામનગરમાં ફેશન શો, ડાન્સ સ્પર્ધા

જામનગરઃ અહીંયા જય બાલાજી રામ ફાઉન્ડેશનના ધરતીબેન ઉમરાણીયા અને કમલ ઉમરાણીયા દ્વારા ઓમ ટ્રેનીંગ સેન્ટરના માનસીક વિકલાંગ બાળકોને રેમ્પ વોક અને ડાન્સ કરાવી જો પ્રોત્સાહીત કરવામાં આવે તો તે ધારે તે કરી શકે તેવો સંદેશો પ્રસરાવવાના ભાગરૂપે સ્ટાઇલ એન્ડ બિટસ ફેશન શો અને ડાન્સ સ્પર્ધા યોજાઇ હતી જેમાં બહોળી સંખ્યામાં યુવક, યુવતીઓએ ભાગ લીધો હતો. ધરતી ઉમરાણીયાના દરેક કાર્યક્રમ દ્વારા આવી અનેક સંસ્થાને ડોનેશન આપી સેવાનું કાર્ય કરે છે. આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) મેયર પ્રતિભાબેન કનખરા, કોર્પોરેટર મીતલબેન ફળદુ, રચનાબેન નંદાણીયા, ડિમ્પલબેન રાવલ, કેતનભાઇ રામાણી, સાગરભાઇ જગતીયાએ ઉદઘાટન કર્યુ હતું. તસ્વીરોમાં કાર્યક્રમનું થતું દિપ પ્રાગટય, ભાગ લેનાર સ્પર્ધકો દર્શાય છે.

(11:27 am IST)