Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

બજેટમાં ગુજરાતનો વિકાસ પથ સ્પષ્ટ થયોઃ જામનગર જીલ્લા ભાજપ દ્વારા આવકાર

જામનગર, તા. ૨૨ :. ગુજરાતમાં સતત છઠ્ઠી વખત રચાયેલી ભાજપ સરકારનું પ્રથમ અંદાજપત્ર નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું જેને જિલ્લા ભાજપના તમામ પદાધિકારીઓએ ઉમળકાભેર આવકારી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાણા વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને વધુ એક પ્રજાલક્ષી બજેટ બદલ શુભેચ્છાઓ પાઠવેલ છે.

છ કરોડ ગુજરાતીઓના સ્વપ્નોને પુરા કરવા વધુ એક મજબુત કદમ સમાન આ બજેટમાં સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે મુખ્ય જોગવાઈઓમાં કૃષિ, પાણી અને આરોગ્ય, શિક્ષણ, માળખાકીય સુવિધાઓ અને રોજગાર ઉપર મુખ્ય ભાર મુકવામાં આવ્યો છે. ખેડૂતોને ૦ ટકા વ્યાજના દરે લોન માટે ૫૦૦ કરોડ, રાજ્યના તમામ જિલ્લાઓમાં પશુઓ માટે કરૂણા એમ્બ્યુલન્સ માટે ૨૬ કરોડ, યુવાઓને રોજગાર અને વ્યવસ્થાપનની તકો પ્રાપ્ત થાય તે માટે રૂ. ૭૮૫ કરોડની માતબર જોગવાઈ થકી ૩.૫૦ લાખ યુવાઓને રોજગારી ઉભી કરવાનો ઉત્તમ લક્ષ્યાંક ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામોદય યોજના દ્વારા ગામડાના ઉદ્યોગ સાહસિકોને મદદરૂપ થવા વ્યાજમાં સબસીડીની જાહેરાત, સરકારની વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓ પર નવી ૩૦,૦૦૦ જેટલી ભરતી, વાસ્મોની યોજનાઓ તથા નળ કનેકશનો વધારવા માટે ૨૫૮ કરોડની જોગવાઈ, સરકારી હોસ્પીટલોમાં વિનામૂલ્યે દવાઓ માટે ૪૭૦ કરોડ વગેરે યોજનાથી ગ્રામ્ય સુખાકારીમાં અભિવૃદ્ધિ થનાર છે.

જિલ્લા ભાજપના અધ્યક્ષ ચંદ્રેશભાઈ પટેલ સહિત સાંસદ પૂનમબેન માડમ, કૃષિ કેબીનેટ મંત્રી આર. સી. ફળદુ, જીલ્લા મહામંત્રીઓ ડો. વિનોદ ભંડેરી, પ્રવિણસિંહ જાડેજા, ચેતનભાઈ કડીવાર, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ શાપરીયા, મેઘજીભાઈ ચાવડા, રાઘવજીભાઈ પટેલ, બ્રિજરાજસિંહ જાડેજા, જિલ્લાના પૂર્વ અધ્યક્ષો ડો. પી.બી. વસોયા, સૂર્યકાન્તભાઈ મઢવી, રમેશભાઈ મુંગરા, ગુજરાત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમાએ આ બજેટને ખેડૂતલક્ષી, ગરીબલક્ષી, યુવાનલક્ષી, મહિલાલક્ષી, આરોગ્યલક્ષી અને વિકાસલક્ષી જણાવેલ છે કે આ બજેટ ગામડાઓને સુદ્રઢ અને ખેડૂતો અને કૃષિ માટે કુલ ૬૭૫૫ કરોડની જોગવાઈ કૃષિના જોખમોને પહોંચી વળવા માટે ૧૧૦૧ કરોડની જોગવાઈ જેવા નિર્ણયો ખેડૂત અને ગામડાને સુખી-સ્મૃદ્ધ કરવા લીધેલા નિર્ણયો અભિનંદનને પાત્ર છે.

કિશાન હિતકારી અને ગરીબોને પડખે ઉભી રહેતી ભાજપ સરકારનું બજેટ છે અને કેન્દ્ર સરકારના લોકઉપયોગી બજેટ સાથે કદમ મીલાવતા નાણામંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા સતત ત્રીજી વખત રજૂ કરાયેલ બજેટને આવકારી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાજ્ય સરકાર અને પ્રદેશ નેતૃત્વને જિલ્લા ભાજપ દ્વારા અભિનંદન પાઠવેલ છે.

(11:26 am IST)