Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જામનગરમાં ભુતકાળના બજેટોના વચનો પુરા નથી ત્યાં નવા સ્વપ્નાઃ કોંગ્રેસનો આક્ષેપ

જામનગર, તા., ૨૨: જામનગર શહેર કોંગ્રેસ સમીતી અને અનુસુચીત જાતી શહેર કોંગ્રેસ પ્રમુખ આનંદ આર.રાઠોડે મેયરને પત્ર પાઠવીને ભુતકાળના બજેટોના વચનો પુરા નથી થયા ત્યાં નવા મુંગેરીલાલ કે હસીન સપને જેવું બજેટ રજુ કરેલ છે.

આનંદ રાઠોડે વધુમાં જણાવ્યું કે શહેરમાં ૧૯૯પ થી ભાજપે વિકાસને નામે દૈનીક પાણી આપવાનો ચુંટણી વચન આપ્યાને આજ રર વર્ષ પછી દૈનિક પાણી આપવાનો લોલીપોપ દેખાડી કદી રોજ પાણી આપેલ નથી માટે રર વર્ષમાં દૈનીક પાણી ન આપવા બાબતે રેકર્ડ બ્રેક વિકાસ કરેલ છે.

શહેરમાં ગુલાબનગરના ઇ.એસ.આર. બનાવતી વખતે શહેરમાં નર્મદા રથ ફેરવી. નર્મદે સર્વદે આનંદો દુષ્કાળ બની ગયો ભુતકાળ અને નર્મદા નદી તમારે દ્વારે આવીના બણગા ફુંકીને અબજોના ખર્ચ કરી આજ ૧૭ વર્ષમાં પણ દૈનિક પાણી ન આપવાના સોગંદ ખાવાનો અદભુત વિકાસ કરી શહેરી જનતાને લોલોપોપ આપેલા છે.

મહાનગર પાલીકાની પાણી ચાર્જની ઉઘરાણી કુલ તા.૩૧-૩-ર૦૧૭ના રોજ રૂ. ૮૧.૪૦ કરોડ રૂપીયા બાકી છે. તે બજેટ પાના નં. ૮૪ પર લખેલ છે. આમ રૂ. ૮૧ કરોડ પાણી વેરાની વસુલાત ન કરવાનો અદભુત વિકાસ કરેલ છે.

જા.મ.પા.ને અંદાજ મુજબ મીટરવાળી પાણીની ઉપજ રૂ. ૧૩ કરોડ અને મીટર વિના રૂ. ૧૦ કરોડ મળીને કુલ રૂ. ર૩ કરોડની આવક સાથે પાના નં. ૧૧૯ પણ પાણી ગટર વ્યવસ્થાની કુલ આવક રૂ. ૩૦.૯૩ કરોડો તેની સામે મહેસુલ ખર્ચ રૂ. ર૯.૪૭ -૩૦.૯૩-ર૯.૪૭ જે અંદાજે છે.

મિલ્કત વેરાની તા.ર૭-૧-૧૮ના રોજ વિકાસને ચાર ચાંદ જેવી માતબર રકમ ન ઉઘરાવી શકવાનો અનમોલ વિકાસ કરી વિકાસને નામે વેરા વધારાનો અદભુત વિકાસ રર વર્ષમાં કરેલ છે.

સામાન્ય કરની રકમના ૩૦ ટકાના દરે કન્ઝવન્સી એન્ડ સુઅરેજ ટેકસ વસુલવો જોઇએ જેમ લઘુતમ દર રૂ. ર૪ નક્કી કરેલ છે. જે તા.ર૯-૧-૦૭ થી રાજયપત્ર (.......) થી તા. ૧-૪-૯ થી અમલમાં છે. જેમાં નિયમોના પરિશિષ્ટ ૮ના પેરેગ્રાફમાં (૭) સદરહું દરખાસ્તમાં ઉપર તમામ જગ્યાએ દર્શાવેલ સદરહું કન્ઝવન્સી એન્ડ સુએરજ ટેકસ તરીકેને સદરહું સફાઇ કર તરીકે ઓળખાવી જોઇએ છે અને અંગ્રેજી ભાષામાં કન્ઝવન્સી એન્ડ સુએરજ ટેકસ તરીકે ઓળખાવો જોઇ છે. જા.મ.પા.નું સફાઇ કામદારનું સેટઅપ ૧૮૦૦ જુના જામનગર બેડી, નવાગામ અને ર૦૧પ માં નવા સામેલ કરેલ વિસ્તારનું છે. સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ બીટ માપણની અવગણના કરી પુરતા કામદારો ન મુકી સફાઇનો અદભુત વિકાસ થયો છે.

શહેરમાં ૧૯૯પમાં સીટી બસમાં જામનગર મહાનગર પાલીકાને વચ્ચે રૂ. ૩પ લાખની ખોટ કરતી બસોના વહીવટી સૈનીક મંડળીને આપેલ હતો જે બરાબર ચાલતો હતો અને એક માત્ર ટીકીટનો વધારો નકારી અદભુત વિકાસ કરી ફરી ખોટનો ગાળીયો જામનગર મહાનગર પાલીકાના પદાધિકારીઓ ગળે બાંધવાનો બે મિસાલ વિકાસ કરે છે.

જી.જી. હોસ્પીટલ સામેની દુકાનનું લીસ્ટ પુરી થઇ જતા આ રોડ પહોળો કરવા માટે કઇ બાધ આવે છે આ રોડની કપાત ન કરવા પાછળ કોનો વહીવટ કે અંગત વિકાસ કરવા માટે ઇલુ ઇલુ કરી વહીવટ કોણે કરેલ છે તે વિકાસ રોડ પહોળો ન કરી પોતાનો વિકાસ કરવાનો રેકર્ડ કરેલ છે.

છેલ્લા ૪ માસથી મ્યુનીસીપલ કર્મચારીઓનો પગાર સમયસર પગાર ન ચુકવવાનો ઐતિહાસિક વિકાસ કરેલ છે. આમ વિકાસના નામે જા.મ.પા.ને પગાર ચુકવવાને સમર્થ નથી તે બાબતનો અદભુત વિકાસ કરેલ છે. લાખોટા તળાવનો બ્યુટીફીકેશનનો રૂ. ૬૦ કરોડનો ખર્ચ કરી દર વર્ષે ૧.પ૦ કરોડનું નુકશાન કરવાનો રેકર્ડ બ્રેક વિકાસ કરેલ છે.

ર૦૦૭ માં ઓકટ્રોય નાબુદ કરી ત્યારે વાર્ષીક રૂ. ૩૦ કરોડની આવક હતી તે રાજય સરકારે નાબુદ કરી વેટમાં સરચાર્જ રૂપી રપ ટકાનો વધારો કરી અબજો રૂપીયા કમાઇ નગર પાલીકાને ર૦ ટકા વધતી જતી રકમ આવક રૂપી ગ્રાન્ટ ન આપી જા.મ.પા.ને કંગાળ આર્થીક હાલતમાં મુકી અદભુત વિકાસ કરેલ છે.

જો ઓકટ્રોય નાબુદ ન કરી હોય તો જામનગર મહાનગર પાલીકાની રૂ. ૯૦ થી ૧૦૦ કરોડની હોત તે વિકાસ જામનગર મહાનગર પાલીકાનો ફુલે ફાલત હોત સરકાર પાસેથી ગ્રાન્ટની ભીખ ન માંગવી પડતી હોત.

એલઇડી લાઇટ સમગ્ર શહેરમાં મુશ્કેલી છે. તો આ એલઇડી લાઇટ ચાલુ હોવાથી પર્યાવરણ કે આરોગ્ય નુકશાન કરે છે કે નહી તેવું ફોરેન્સી કે આરોગ્ય લગત રીપોર્ટ મંગાવેલ છે.

જામનગર મહાનગર પાલીકાના વર્ષોથી સ્લમમાં આવેલ વિસ્તાર શું કારણસર સ્લમ વિસ્તારમાંથી બાકાત કરવામાં આવેલ છે. શું આવનારા દિવસોમાં ફરી તે વિસ્તારો સ્લમ વિસ્તારમાં સામેલ કરવામાં આવશે કે નહી તે પ્રશ્ન આનંદ રાઠોડે કર્યો છે.

(11:26 am IST)