Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

બંધેલ મીંઢોળ છુટે તે પહેલા જ માર્ગ અકસ્માતમાં સામખીયાળીના લોહાણા યુવાનનું મોત

ભુજ, તા. રર : રાપરના ગાગોદર પાસે રસ્તામાં રેડીયમ પટ્ટી વગર પાર્ક કરાયેલા ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા રપ વર્ષના યુવાન કાર ચાલનું કમકમાટીભર્યું મોત નિપજયું હતું.

ભચાઉના આધોઇના વતી અને સામખીયાળીમાં મીઠાઇ ફરસાણનો ધંધો ધરાવતા રપ વર્ષીય સત્યમ ઠક્કર રાધનપુરથી લગ્ન પ્રસંગ પતાવીને ઘેર આવી રહ્યા હતાં. ત્યારે મધરાત્રે ગાગોદર પાસે આ માર્ગ અકસ્માત સર્જાયો હતો.

મૃતક સત્યમ ઠક્કરના હજી ૧પ દિ' પહેલા જ લગ્ન થયા હતાં. લગ્નનું મીંઢળ છૂટે તે પહેલા જ તેનું મોત નિપજતા પરિવારજનો અને સામખીયાળીના વ્યાપારીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

(11:22 am IST)