Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સોમનાથ રેલ્વે સ્ટેશનમાં યાત્રિકો માટે ર ટિકીટબારી ચાલુ કરવા માંગણી

પ્રભાસ પાટણ તા. રર :.. સોમનાથ રેલ્વે સ્ટેશનમાં રેલ્વે ટીકીટ માટેની બે બારીઓ ચાલુ કરવી જરૂરી છે. કારણ કે ભારતનું પ્રથમ જયોતિલીંર્ગ સોમનાથ મહાદેવનાં દર્શને ભારતભરનાં યાત્રીકો આવે છે તેમજ સ્થાનીક અને આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારનાં અને કોડીનાર-ઉના સહિતનાં લોકો સોમનાથ રેલ્વે સ્ટેશનેથી પોતાનાં કામકાજ અને દવાખાના માટે તેમજ સોમનાથ દર્શન આવતા યાત્રીકો અહીંથી ટ્રેનમાં બેસે છે જેથી રેલ્વે સ્ટેશને ઘસારો જોવા મળે છે. જેથી એક જ ટીકીટ બારીને કારણે લાંબી-લાંબી ટીકીટ લેવા માટેની લાઇનો થાય છે.

તહેવારોમાં સોમનાથ દર્શનાર્થે લોકોનો ઘસારો વધુ હોય છે. જેથી એક જ લાઇનમાં ટીકીટ મેળવવી મુશ્કેલી ઉભી થાય છે. હજુ તો ટીકીટ માટે લોકો ઉભા હોય અને ટ્રેનનો સમય થઇ જાય છે. કોઇ લોકો  ટીકીટ વગર મુસાફરી કરવા માંગતા નથી પરંતુ આ એક ટીકીટ બારીને કારણે ઘણા લોકો ટીકીટથી વંચીત રહે છે અને વેરાવળ સ્ટેશનેથી ટીકીટ મેળવવી પડે છે તો સોમનાથ રેલ્વે સ્ટેશનમાં બે ટીકીટ બારી ચાલુ કરવા લોકોની માંગણી છે. (પ-પ)

 

(10:12 am IST)