Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જુનાગઢમાં 'રિચર્સ મેથોડોલોજી' અંગે માર્ગદર્શન સેમિનાર

જુનાગઢઃ અહીંયા જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ, એન.આર.વેકરીયા માસ્ટર ઓફ લો કોલેજ અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સંયકુત ઉપક્રમે 'રિચર્સ મેથોડોલોજી' વિષય પર ત્રિદિવસીય ટ્રેનીંગ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં કાયદા વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને કાયદા વિષયમાં કઇ રીતે સંશોધન કરવુંતે અંગે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિદ્યાશાખાના એસોસીએટ પ્રોફેસર ડો.વિરલ પંડયા માદર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે સંશોધન કઇ રીતે કરવું, સંશોધનનો અર્થ, સમસ્યાની પસંંદગી કઇ રીતે કરવી, સૈધ્ધાંતિક અને બિનસૈધ્ધાતિક સંશોધનની પસંદગી, માહિતી સ્ત્રોત કેવા પ્રકારનો હોય અને તેને કઇ રીતે સંગ્રહિત કરવો? તે અંગેનું પણ માર્ગદર્શન અપાયુ હતું ઉપરાંત પ્રોફેસરો માટે સંશોધન પેપરમાં શું લખવું જોઇએ તેનું ફોર્મેટ કેવુ હોય છે ? તેની વિસ્તૃત સમજ આપવા સાથેજ કાયદાના વિદ્યાર્થીઓએ શૈક્ષણીક કાર્યની સાથે સાથે નાણાકીય સહાય મેળવવા માટે કાર્યરત સંસ્થાઓ તેમજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય લેવા અંગેની પણ માહિતી વર્ણવાઇ હતી સેમિનારને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ નાનજીભાઇ વેકરીયા, લો કોલેજના પ્રિન્સીપાલ લતાબેન કારીયા, એન.આર.વેકરીયા, માસ્ટર ઓફ લો કોલેજના પ્રોફેસર ડો.લતા મુલચંદાણી, પ્રો.બિમલ પટેલ, પ્રો.ડો. પરવેઝ બ્લોચે સહિતાએ જહેમત ઉઠાવી હતી તસ્વીરમાં લાભ લેનાર છાત્રો દર્શાય છે. (તસ્વીર અહેવાલઃ વિનુ જોષી -જુનાગઢ)

(9:45 am IST)