Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

અયોધ્યા શ્રી રામ મંદિર નિર્માણનિધીમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા રૂ. ૧,પ૧,૦૦૦નું અનુદાન અર્પણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. રર :  અયોધ્યા ખાતે કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક  એવા ભગવાન શ્રી રામના ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે આ મંદિરના નિર્માણ કાર્યમાં વધુમાં વધુ લોકો પોતાના તરફથી અયોગ્ય અનુદાન આપી રહ્યા છે.

જામનગરના ધારાસભ્ય અને ગુજરાત  રાજયના અન્ન અને નાગરિક પુરવઠા, કુટીર ઉદ્યોગ તથા ગ્રાહક સુરક્ષા વિભાગના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) એ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ અર્થે પોતાના તરફથી રૂ. ૧,પ૧,૦૦૦/-નું અનુદાનનો ચેક જામનગરના મધ્યસ્થ કાર્યાલય ખાતે જામનગરના ઇન્ચાર્જ ભરતભાઇ ફલિયા, રાજકોટ વિભાગ કાર્યવાહ આર. એસ. એસ. ચંદ્રકાંતભાઇ ઘેટીયા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઇ મોદી, પ્રો.જી.બી.સિંઘ, પાઠકભાઇને અર્પણ કરેલ હતો. આ પ્રસંગે જામનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, તેમજ પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા સાથે રહ્યા હતા. આ ચેક અર્પણ કરતાં રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ જામનગરના શહેરના શહેરીજનોને પણ ભગવાનશ્રી રામના મંદિર કાર્યમાં પોતાના તરફથી યથાશકિત અનુદાન આપવા પણ અપીલ કરેલ છે.

(1:02 pm IST)