Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ઉના વાસોજમાં પોતાના પ્લોટમાંથી પેશકદમી દુર કરવાની માગણીઃ પરિવારજનો દ્વારા ઉપવાસ

ઉના, તા.૨૨: તાલુકાના વાસોજ ગામે રહેતા ગંગાબેન જેઠાભાઇ ઝાલા એ પોતાની માલિકાની જગ્યા ઉપર થયેલ દબાણ હટાવવા અવારનવાર તંત્રને લેખીત તથા મૌખીક રજુઆતો કરેલ પણ પ્લોટ ઉપર દબાણ(પેશકદમી)કરનાર રાજકીય વગ ધરાવતા હોય જેથી આ પ્લોટની પેશકદમી દુર થતી નથી તથા તે મળતીયા દ્વારા રજુઆત કરનાર પરિવારને ધાક ધમકી આપવામા આવતી હોય તેમ ગંગાબેનએ જણાવીને પ્રતીક ઉપવાસ શરૂ કરેલ છે.

ઉચ્ચ  કક્ષાએ રજુઆત કરી પ્લોટની પેશકદમી દુર કરાવી અને પેશકદમી કરનાર પગલા લેવા અવાર નવાર રજુઆત કરેલ હોવા છતા ન્યાય નહી મળતા છેવટે આ વિધવા-દલિત મહિલા ગંગાબેન જેઠાભાઇ ઝાલાએ ન્યાય અને તપાસની માંગણી સાથે અને પોતાનો પ્લોટ પરનું દબાણ હટાવવાની માંગણી સાથે તાલુકા પંચાયતની કચેરી સામે આ દલિત પરિવારના ગંગાબેન ઝાલા તથા સાથે હસમુખભાઇ ડાભી, મંજુલાબેન ડાભી, અને ચિરાગભાઇ ડાભીએ પ્રતિક ઉપવાસનુ આદોલન શરૂ કરેલ છે.

(11:29 am IST)