Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

કચ્છના આદિપુરની મૈત્રી વિદ્યાલયમાં વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી ઝીંકી

 ભુજ તા. ૨૨ : વિદ્યાર્થીઓ વચ્ચે હવે સામાન્ય બાબતે થઈ રહેલા હુમલાના બનાવો ચિંતાજનક છે. આદિપુરની જાણીતી શાળા મૈત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ ૧૧ના વિદ્યાર્થી રિતિક સંજય બરાર ઉપર ૧૦મા ધોરણમાં ભણતા અન્ય વિધાર્થીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. રિતિકને પડખામાં ચપ્પુના ઘા વાગતા લોહી નિગળતી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

હુમલાની આ ઘટનાએ શાળામાં અને કંડલા કોમ્પ્લેકસમાં ચકચાર સર્જી હતી. હુમલાનું કારણ જાણવા મળ્યું નથી. આદિપુર પોલીસે હુમલાખોર છાત્ર વિરૂદ્ઘ ફરિયાદ નોંધી તેને બાળ સુધાર ગૃહમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. ફળ સુધારવા માટે લવાયેલ ચપ્પુથી આ હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.(૨૧.૧૩)

(11:28 am IST)