Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ભાવનગરમાં બીટકોઇન સંદર્ભે પટેલ વેપારીને ત્‍યાં આઇ.ટી.ની તપાસ

ભાવનગર, તા. ર૧ : ઇન્‍કમટેકસ વિભાગ દ્વારા ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્‍તારમાં રહેતા એક પટેલ વેપારીના બંગલામાં તપાસ શરૂ કરાઇ છે.

મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના કાળીયાબીડમાં શાંતિનગરમાં રહેતા જયદીપ છગનલાલ પટેલના બંગલામાં અમદાવાદ આવકવેરા ખાતાની ટીમે તપાસ હાથ ધરી છે. આ પટેલ વેપારી બીટકોઇનના વ્‍યાપાર સાથે સંકળાયેલ છે અને ગત વર્ષ કરતા ઓછું રીર્ટન બતાવવા આઇ.ટી. વિભાગે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

(3:55 pm IST)