Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

ભાવનગરમાં ગુરૂ નાનક જયંતિની ઉજવણી: ધજા ચડાવતા સમયે તૂટ્યો પિલ્લર: યુવકને ગંભીર ઇજા

હાઈડ્રોલિક ક્રેનમાં ખામી સર્જાતા ધજા માટેનો અંદાજીત 100 ફૂટ ઉંચાઈ ધરાવતો પિલર ધરાશાયી થયો

 

ભાવનગરથી નજીક આવેલા સિહોરમાં આવેલા ગુરુદ્વારામાં ગુરુનાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત ધાર્મિક નિશાન સાહિબની ધજાની ધાર્મિક વિધિ માટે હાઈડ્રોલિક ક્રેનમાં ખામી સર્જાતા ધજા માટેનો અંદાજીત 100 ફૂટ ઉંચાઈ ધરાવતો પિલર ધરાશાયી થયો હતો.અચાનક જ ઘટેલી આ દુર્ઘટનામાં  આ પિલર પડતો હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.  પિલર નીચે પડતાં એક વ્યક્તિને પગના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે પિલર ભીડની વિરૂદ્ધની દિશામાં પડ્યો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી

(12:40 am IST)