Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સુરેન્દ્રનગર જેલમાં કેદીએ જેલ હવાલદારનો કાઠલો પકડીને ગાળો દીધી

વઢવાણ, તા.૨૧: સુરેન્દ્રનગરની સબ જેલમાં કેદીઓ અને સ્ટાફ વચ્ચે અવારનવાર ઘર્ષણના બનાવો સામે આવે છે. સુરેન્દ્રનગરની સબ જેલમાં એક નવા કેદીને લાવવામાં આવ્યો હતો થોડા સમય બહાર રાખીને જેલ હવાલદાર ભૂપતભાઇ રામસંગભાઇ ચૌહાણ તેને બેેરેકમાં મોકલવાની તૈયારી કરતા હતા. બેરેક નં.૨માં રહેલા કેદી સુરેશભાઇ ભગુભાઇ અને ઓમદેવસિંહ અશોકસિંહ પરમારે નવો કેદી અમારી બેરેકમાં ન મોકલતા તેમ કહી ભૂપતભાઇને ગાળો આપી. કાંઠલો પકડયો હતો. આ બનાવમાં ભૂપતભાઇએ એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા વધુ તપાસ પીઆઇ કે.એચ.ત્રિવેદી ચલાવી રહ્યા છે.

(4:17 pm IST)