Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ગીર સોમનાથના દેવાળિયા સફારી પાર્કમાં સૌપ્રથમવાર ડ્રોન કેમેરાનું નીરિક્ષણ શરૂ

જૂનાગઢઃ તાજેતરમાં ગીરના જંગલોમાં 23 જેટલા સિંહોનાં મોત થયા બાદ વન વિભાગ અને સરકાર હરકતમાં આવી છે. માટે હવે સિંહોની સુરક્ષા તેમજ જંગલોમાં ચાલતા ગેરકાયદે લાયન શો પર નજર રાખવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. તાજેતરમાં વન વિભાગે અંગેનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

  23 સિંહોના મોત અને અવાર નવાર ગેરકાયદે લાયન શોના વીડિયો વાયરલ થાય છે. ત્યારે સિંહોના સંવર્ધન અને રક્ષા માટે વનવિભાગ વધુ સક્રિય બન્યુ છે અને ડ્રોનથી સિંહો પર નજર રાખવાની કામગીરી શરૂ થઈ રહી છે. ગીર સોમનાથના દેવાળિયા સફારી પાર્ક ખાતે સૌપ્રથમવાર ડ્રોન કેમેરાનું નીરિક્ષણ કરવામાં આવ્યુ છે

(2:04 pm IST)