Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

૧પ આરોપીઓ રૂ. ર,ર૪,૦૬૦ના મુદામાલ સાથે ઝબ્બે :આરઆરસેલ રાજકોટનો સપાટો

રાજકોટ રેન્જ વિસ્તારના દ્વારકા, સુરેન્દ્રનગર જીલ્લામાંથી જુગાર રમતા

ખંભાળીયા-રાજકોટ, તા., ર૧: રેન્જમાં ચાલતી જુગારની બદી નાબુદ કરવા માટે શ્રી સંદીપસિંહસાહેબ નાયબપોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ રાજકોટનાઓએ એમ.પી.વાળા પો.સબ. ઇન્સ.શ્રી આર.આર.સેલનાઓને કડક હાથે કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયેસેલના માણસોએ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ગોંડલના નવા માર્કેટીગ યાર્ડમાંથી આરોપી () જયેશ ઉર્ફે ટકો ગાંડુભાઇ પટેલને વર્લી ફીચરના સાહીત્ય તથા રોકડા રૂ. ૧૩,૬૭૦ તથા મોબાઇલ ફોન- કિ. રૂ. પ૦૦ સાથે પકડી પાડી કપાત લેનાર () ઇમરાન ઉર્ફે ઇમલો હસનભાઇ કટારીયા રે. બન્ને વોરા કોટડા રોડ ગોંડલ વાળા વિરૂધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે. ગુનો રજી. કરાવેલ.

દ્વારકા જીલ્લા ખંભાળીયાના ભાડથર ગામે ક્રિષ્ના ડેરી સામેથી આરોપીઓ () સામત અશરીભાઇ કરમુર () આલાભાઇ ભીમાભાઇ ચાવડા () સામત દેવાણંદભાઇ કરમુર () લાખાભાઇ નગાભાઇ કંડોરીયા () દાદુભાઇ માલદેભાઇ કંડોરીયા રે. બધા ભાડથર વાળાઓને રોકડા રૂ. ૧૧,૦૯૦ તથા મોબાઇલ ફોન- કિ. રર૦૦ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ ખંભાળીયા પો.સ્ટે. ગુનો રજી. કરાવેલ.

સુરેન્દ્રનગર જીલ્લા પાણસીણાના લીંબડી ને.હા. ઉપર આવેલ ગીરીરાજ હોટલ પાછળ આવેલ ખેતરમાં ઘાંસના છાપરા નીચેથી આરોપીઓ (૧) હુશૈન ઉર્ફે કાળીયો યુસુબભાઇ વોરા (ર)મુબારક ઉર્ફે મુબો ગુલામભાઇ ઘાંચી (૩) હનીફ ઉર્ફે કદો અકબરભાઇ ઘાંચી (૪) યુસુબ રસુલભાઇ ઘાંચી રે. બધા રળોલ લીંબડી વાળાઓને રોકડા રૂ. ૧,૧૪,૬૦૦ મોબાઇલ ફોન-૯ કિ. રૂ. ૩ર,૦૦૦તથા મો.સા. ૧ કિ. રૂ. પ૦,૦૦૦ સાથે પકડી પાડી જુગાર રમાડનાર (પ) હુશૈન મામજીભાઇ ઘાંચી રે. રળોલ તથા નાસી જનાર (૬) યાસીન ઘાંચી (૭) અબ્બાસ અલાઉદીન ઘાંચી રે. બંન્ને રળોલ (૮) હારૂન ઉર્ફે કાજી ઘાંચી રે. બાજરડા તા.ધંધુકા વાળા તમામ વિરૂધ્ધ પાણસીણા પો.સ્ટે.માં ગુન્હો રજીસ્ટર કરાવેલછે.

(1:42 pm IST)