Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પાણી આપવાની માંગ સાથે લખતરના દેવળીયાના ખેડૂતની ફરી આત્‍મ વિલોપનની ચિમકી

વઢવાણ તા. ૨૧ : સુરેન્‍દ્રનગર હાલ ખૂબ પાણી ની વિકટ સ્‍થિતિ છે .ત્‍યારે ગત વર્ષે ચોમાસુ ખુબજ સુરેન્‍દ્રનગર જીલ્લામા નબળું રહ્યુ છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જીલ્લાના આજુ બાજુના ગ્રામીણ વિસ્‍તારોમાં પાણીની ખૂબ અછત વર્તાઈ રહી છે. ત્‍યારે સુરેન્‍દ્રનગર જીલ્લામા નિમ્‍ન વરસાદના કારણે હાલ ખેતી માટે ખૂબ વિકટ સ્‍થિતિ હાલમાં બની રહી છે.

ત્‍યારે સુરેન્‍દ્રનગર જીલ્લાના ખેડૂતો પાક નિષ્‍ફળ અને વર્ષ મોળું હોવાના કારણે સુરેન્‍દ્રનગર જીલ્લાના ખેડૂતો આત્‍મ હત્‍યા કરી રહ્યાં છે. છેલ્લા એક માસમા ૩ ખેડૂતોએ સુરેન્‍દ્રનગર જિલ્લાના આલગ અલગ ગામડાઓ મા કરી લીધી છે. છતાં હજુ સુધી ખેડૂતોના પાક અને પાક વીમા અને પાણી પ્રશ્ને હજુ સુધી કોઈ સરકાર દ્વારા કોઈ ખાસ પગલાં લેવામા આવીયા નથી.

ત્‍યારે સુરેન્‍દ્રનગર જીલ્લાના ખેડૂતો દવારા આવર નવાર રજૂઆત કરવામાં હાલ આવી રહી છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જીલ્લાના લખતર તાલુકામાં પણ ખેડૂતોના લહેરાતા પાકને હાલ ખૂબ પાણીની જરૂર છે ત્‍યારે અનેક રજૂઆતો કરવામાં આવ્‍યા છતાં પણ હજુ પાણી કેનાલોમા છોડવામા આવ્‍યું નથી.

ત્‍યારે પાણીના આપતા અને પાણી પ્રશ્ને સુરેન્‍દ્રનગર જિલ્લાના લખતર ના દેવળીયા ગામના યુવાન ધર્મેન્‍દ્રસિંહ ઝાલા એ લખતર મામલતદાર કચેરીમાં મામલતદારની ઓફીસ પાણી મામલે શરીર પર કેરોસીન છાંટી આત્‍મવિલોપનનો પ્રયાસ કર્યો હતો અને સાથે આજે ભલે સળગવાના દીધેલ પણᅠ ફરી પાછોᅠ ૧૯ ગામના ખેડૂત લઈ આવીશ અને આત્‍મવિલોપન કરીશ તેવી ચીમકી ઉચ્‍ચારવામાં આવી હતી.

નર્મદા નીગમની સૌરાષ્ટ્ર શાખા કેનાલ ૯૮ લોકેશનમાંથી ઉમઇ નદીમાં ૧૦૦ કયુસેક પાણી આપવામાં આવે તો ૧૯ ગામ ના ખેડુતો જીરૂનો પાક લઇ શકે એમ છે.અને સુરેન્‍દ્રનગર જીલ્લાની લખતરમા જીરાની ખૂબ સારી આવક ખેડૂતો મેળવી શકે તેમ છે છતાં તંત્ર દ્વારા કેનાલમા પાણીનાં આપતા આત્‍મ વિલોપન કરવાનો પ્રયાસ કરવા આવિયો હતો.

ત્‍યારે આગામી સમયમાં સરકાર દ્વારા પગલાં લઈને પાણી આપવામા આવશે કે કેમ તેવી ચર્ચા સમગ્ર પંથકમા ફેલાઈ છે.

 

(1:05 pm IST)