Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ખાંભાના મોટા સમઢીયાળા ગામે હત્‍યા : ઉચ્‍ચ અધિકારીઓ દોડી ગયા

અમરેલી તા. ૨૧ : ખાંભાના મોટા સમઢીયાળા ગામના પરસોતમભાઇ અરજણભાઇ દોંગા (ઉ.વ.૫૦) અને તેના નાના ભાઇ ગોરધનભાઇ દોંગા ઉપર જીવલેણ હુમલો ગામના શખ્‍સોએ કરતા બન્‍નેને સારવારમાં ખસેડાતા પરસોતમભાઇને સાવરકુંડલા દવાખાને મૃત જાહેર કરાયા હતા. જયારે ગોરધનભાઇને સારવાર માટે અમરેલીની ખાનગી હોસ્‍પિટલે ખસેડાયા હતા.

આ બનાવ અંગેની જાણ થતા ડીવાયએસપી શ્રી ચૌધરીે તથા સાવરકુંડલાના પોલીસ અધિકારીઓ દવાખાને દોડી ગયા હતા અને યોગ્‍ય કાર્યવાહી શરૂ કરાવી હતી.

(1:03 pm IST)