Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અમરેલીનાં માર્ગો બન્‍યા ફરી રક્‍તરંજીત

અમરેલી તા. ૨૧ : અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્‍માતનાં બનાવ બનવાના ફરી શરૂ થતા હતા જેમાં બે અલગ અલગ સ્‍થળોએ અકસ્‍માત સર્જાતા એક બાળકનું મોત થયું હતુ જયારે બે યુવાનોને ગંભીર રીતે ઇજા પહોંચી હતી.ઇજા પામેલા બે યુવાનોને ૧૦૮ દ્વારા તાત્‍કાલીક સારવાર માટે અમરેલીસીવીલ હોસ્‍પીટલમાં ખસેડવામા આવ્‍યા હતા.

આ અકસ્‍માતોની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલી નજીક આવેલ ગુજકોમાસોલ નજીક ઘનશ્‍યામભાઇ પોતાના પાંચ વર્ષનાં પુત્ર કેવલ, પુત્રી તથા માતાની સાથે રોડની બાજુમાં ઉભા હતા તે દરમીયાન એક વાનનાં ચાલકે (નંબર. જી.જે.૧. એચએફ. ૪૪૦૬) પોતાની ગાડીનો કાબુ ગુમાવતા ૫ વર્ષનાં કેવલની સાથે અથડાવતા કેવલનું ઘટના સ્‍થળે મોત થયું હતુ. જયારે બીજો બનાવ ખીજળીયાનાં પાટીયા પાસે બન્‍યો હતો જેમાં હસમુખભાઇ વિનુભાઇ ચાંગસા તથા હિતેષભાઇ કાળુભાઇ ડાબસરા પોતાની બાઇક ચલાવી અમરેલીથી પોતાના ગામ જાળીયા તરફ જતા હતા તે દરમીયાન એક એમ્‍બ્‍યુલન્‍સ સાથે ધડાકાભોર અથડામણ થયું હતુ.બંને યુવાનોનો પગનાં ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી.

બનાવની જાણ થતા ૧૦૮ પણ તુરત ઘટના સ્‍થળે દોડી ગઇ હતી.ઇજા પહોંચેલા બંને યુવાનોને તાત્‍કાલીક સારવાર માટે અમરેલી સીવીલ હોસ્‍પીટલમાં ખસેડવામા આવ્‍યા હતા. જયારે ત્રીજા બનાવમાં સાવરકુંડલાના ખાંભા રોડે આવેલા રેલવે ફાટક પાસે આવેલ પીપર સાથે બાઇક અથડાતા  સાવરકુંડલાના નંદાભાઇ જીયાણી નામના પટેલ આધેડનું મોત નિપજયું હતુ.

(1:03 pm IST)