Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

જામકંડોરણાના ચિત્રાવડમાં પિતા-પુત્ર પર હુમલો કરનાર ત્રણ સામે ગુનો

સુરેશ જાદવ, પ્રકાશ જાદવ અને દયાબેન જાદવ સામે ફરિયાદ

રાજકોટ, તા. ૨૧ :. જામકંડોરણાના ચિત્રાવડમાં ચાર દિવસ પહેલા પિતા-પુત્ર ઉપર થયેલા હુમલામાં જામકંડોરણા પોલીસમાં મહિલા સહિત ત્રણ શખ્સો સામે ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ જામકંડોરણાના ચિત્રાવડમાં રહેતા નીતિનભાઈ વિનોદભાઈ બાબરીયાએ જામકંડોરણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતાને ઈકો ગાડી લેવી હોય તેથી ચિત્રાવડના પ્રકાશ સુરેશ જાદવે તેને ફોન કરી 'તારે ઈકો ગાડી લેવી હોય તો અહીં પુલ પર જોવા આવ' તેમ કહેતા પોતે તથા તેના પિતા વિનોદભાઈ બન્ને બાઈક પર પૂલ પાસે ગયા ત્યારે પ્રકાશ લોખંડનો પાઈપ લઈને ઉભો હતો અને સુરેશ અમરા જાદવ પણ છરી અને પાઈપ લઈ બન્ને પોતાની પાસે આવી પિતા વિનોદભાઈને કહેલ કે 'તમારો દીકરો સર્વિસ માગે છે' તેમ કહી નીતિનને માર મારતા તેના પિતા તેને છોડાવવા માટે વચ્ચે પડતા દયા સુરેશભાઈ જાદવે પિતા વિનોદભાઈને પકડી રાખ્યા હતા અને સુરેશ તથા પ્રકાશે બન્નેને માર મારી ફ્રેકચર જેવી ઈજા કરી ભાગી ગયા હતા. આ બનાવ અંગે જામકંડોરણાના પીએસઆઈ એસ.વી. ગોજીયાએ તપાસ આદરી છે.

(11:45 am IST)