Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ઉપલેટામાં પાણીનો ખોટો બગાડ અટકાવવા પ્રમુખ રાણીબેન તથા ઉપપ્રમુખ ધવલભાઇની અપીલ

ઉપલેટા તા.૨૧ : નગરપાલીકાના લોકપ્રિય પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા પૂર્વ પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા અને ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયાએ જણાવેલ છે કે ચાલુ સાલે સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદથી દુષ્કાળનું વાતાવરણ છે ત્યાર નગરપાલીકાના શાસકોએ સરકારશ્રીની જૂદી જૂદી ગ્રાન્ટો સહાયો મેળવી ઉપલેટા શહેરના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરી બાજુના મોજ ડેમ તથા વેણુ ર ડેમમાંથી પાણી મળે છે જો શહેરના લોકો પાણીનો ખોટો બગાડ ન કરે તો આખુ વર્ષ જરૂરિયાત મુજબ પાણી મળશે.

ઉપરાંત ભાદર ર ડેમની પાઇપલાઇન પણ નખાઇ ગયેલ છે. તેથી સૌરાષ્ટ્રના અન્ય શહેરો કે ગામોની સરખામણીએ ઉપલેટાના લોકો પાણી પ્રશ્ને સૌથી સુખી છે.

તેઓએ જણાવેલ છે કે રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ અને સફાઇ પ્રશ્ને પણ ઉપલેટા ખૂબ જ સુખી શહેર છે. શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરાંત સોસાયટીઓના છેવાડાના રસ્તાઓ પણ પેવર ડામર કે મેટરથી મઢવામાં આવ્યા છે અને સફાઇની બાબતે તો અંદર કામગીરી થાય છે. દરરોજ બે વખત આખા શહેરમાં કચરો લેવા માટે ડોર ટુ ડોર વાહનો આવે છે અને સ્ટ્રીટ લાઇટની પણ નવી સોસાયટી સહિતના વિસ્તારોમાં સગવડ મળી રહે છે. દાનભાઇએ શહેરના લોકોને અપીલ કરતા જણાવેલ છે કે આવી વધુ સગવડ આપી શકીએ તે માટે લોકો ન.પા.ના હાઉસ ટેકસ શિક્ષણ વેરા, પાણી વેરા સહિતના ટેકસ નિયમીત ભરે અને પાણીનો ખોટો બગાડ અટકાવે એવુ અંતમાં જણાવેલ છે.

(11:09 am IST)