Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સાજડીયાળીમાં એકતા રથનું સ્વાગત

ધોરાજી : જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે એકતા રથનું સ્વાગત ઢોલ નગારાથી કરાયેલ. રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, સરપંચ કલ્પેશભાઇ રાણપરીયા, તા.પં.ના ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, ગામના અગ્રણીઓ તથા સાજડીયાળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્ટાફ તેમજ સમગ્ર ગ્રામજનો હાજર રહેલ અને એકતા અંગેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. સાજડીયાળી પ્રાથમિક શાળાના સેવાભાવી પ્રિન્સીપાલ વિજયભાઇ રાણપરીયાએ સરદાર પટેલના જીવન અંગે માર્ગદર્શન આપેલ હતુ. એકતા રથના સ્વાગતની તસ્વીર.
 

(11:08 am IST)