Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

વિજયભાઈ રૂપાણી આવતીકાલે કચ્છમાં- અબડાસામાંંથી ચુંટણી પ્રચારનું બ્યુગલ ફૂંકશે : નલીયામાં જાહેરસભા સંબોધશે

(ભુજ) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. રાજ્યની આઠ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણીના ધમધમાટ વચ્ચે વિજયભાઈ આવતીકાલે ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. અબડાસા વિધાનસભા બેઠક ઉપર ભાજપમાંથી પ્રધ્યુમનસિંહ જાડેજા ચુંટણી લડી રહ્યા છે. પરંપરાગત એવી કોંગ્રેસની આ બેઠક જીતવા ભાજપ એડી ચોટીનુ જોર લગાવી રહ્યો છે સામે પક્ષે કોંગ્રેસમાથી શાંતિલાલ સેંઘાણી મેદાનમાં છે. વિજયભાઈ સવારે ૧૧ વાગ્યે નલીયા મધ્યે જાહેરસભાને સંબોધન કરશે.

(9:31 pm IST)