Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ગિરનાર રોપ-વેની ટીકીટનો દર રૂ. ૭૦૦ આસપાસ રહેવાની શકયતા

હજુ દર નક્કી થયો નથીઃ એક-બે દિવસમાં નક્કી થશે

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૨૧: ગિરનાર રોપ-વે શરૂ થવાની લોકો ચાતક નજરે પ્રતિક્ષા કરી રહયા છે. જો કે હવે આ  ઘડી પણ આવી ચુકી છે. શનિવારે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી રોપ-વેનું ઇ-લોન્ચીંગ કરવાના હોય પ્રવાસીઓમાં ઉતેજના પ્રવર્તે છે.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ભવનાથ તળેટીમાં રોપ-વેના લોઅર સ્ટેશન ખાતે ઉપસ્થિત રહેશે. બાદમાં રોપ-વે મારફત ગિરનાર અંબાજી માતાજીના દર્શને જશે.

ગિરનાર રોપ-વેની ટીકીટનો દર હજુ નક્કી થયો નથી. પરંતુ રોપ-વેની ટીકીટ રૂ. ૭૦૦ની આસપાસ રહેવાની શકયતા છે.

રોપ-વેની ટીકીટનો દર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. જો કે તેની સતાવાર  જાહેરાત લોન્ચીંગ બાદ જુનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવે તેવી પણ શકયતા છે.

પ્રાપ્ત માહીતી મુજબ જો રોપ-વેની ટીકીટ રૂ. ૭૦૦ નક્કી થાય તો પણ એક વ્યકિતએ અંબાજી જઇ એક કે બે કલાકમાં જ પરત આવવાનું રહેશે. જો વધારે રોકાવુ હોય તો વધારાનો ચાર્જ ચુકવવાનો રહેશે.

સમગ્ર સોરઠ અને ગુજરાતનો સોનેરી પ્રોજેકટ ગિરનાર રોપ-વે શરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી છે. વડાપ્રધાન શ્રી મોદી દિનકર યોજના સાથે ગિરનાર રોપ-વેનુ઼ ઇ-લોન્ચીંગ કરવાના હોય જેની અત્રે તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

(12:57 pm IST)