Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

વાંકાનેરમાં આઇપીએલ ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા ર ઝડપાયાઃ સવા લાખનો મુદામાલ જપ્ત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૧ :.. વાંકાનેરમાં ચાલતા આઇપીએલ સટ્ટામાં પીઆઇ સોનારાએ મોડી રાત્રે ઓચિંતી રેડ કરતા વ્યાજંકવાદી જાવેદખાન ફકીર મામદખાન પઠાણ સહિતના લોકોને આઇપીએલ મેચનો સટ્ટો રમાડતા ઝબ્બે કરી રૂપિયા પચાસ હજાર રોકડ સહિત સવા લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

વાંકાનેર સ્ટેશન રોડ, મહાવીર જીન સામે આઇપીએલ મેચનો સટ્ટો ખેલતા જાવેદખાન ફકીર મામદખાન (ઉ.વ.૩૮) મન્સુરઅલી મોઇનઅલી લાકડાવાલા (ઉ.વ.૩૦), તથા રાજકોટ રામનાથપરાના સનીદ કાજી (ઉ.વ.૪૩) ને મોડી રાત્રે વાંકાનેર શહેર પીઆઇ સોનારા, કિરીટસિંહ સહિત ડી સ્ટાફના માણસોએ ઓચિંતા ત્રાટકી આરોપીઓને ઝડપી લીધા હતાં.

રૂપિયા પ૦,૦૦૦ રોકડ સાથે, બે મોબાઇલ, એકિટવા મોટર સાયકલ સહિત કુલ ૧,૩૦,૭૦૦ નો મુદામાલ કબ્જે લઇ, આરોપીઓની સરભરા કરતા કોમ્પ્યુટર અને અન્ય સામગ્રી રાજકોટથી કબ્જે કરવાનો બાકી હોઇ, પોલીસે આગળની તપાસ હાથ ધરતાની સાથે જ હજુ પણ શહેરમાં સટ્ટા, જૂગારના ધામો અને વ્યાજંકવાદીઓના ખાનગી કારસ્તાનો બહાર લાવવા માટે વાંકાનેરના બાહોંશ પીઆઇ સોનારાએ ઠેકઠેકાણે વોચ ગોઠવ્યાનું જાણવા મળે છે.

(11:21 am IST)